વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઝીફાઇવ ૧૮ સપ્ટેમ્બરે ‘લંડન કૉન્ફિડેન્શિયલ’ નામની સ્પાય-થ્રિલર ફિલ્મ રિલીઝ કરશે
જેની ટૅગલાઇન છે ચાઇનીઝ કૉન્સ્પિરસી. લંડનમાં ભારતીય એજન્ટ્સની એક પછી એક હત્યા થાય છે ત્યારે ભારતીય જાસૂસો લંડન પહોંચીને ચીનના ષડયંત્રને ઉઘાડું પડવાની કામગીરી હાથ ધરે છે. ‘નાગિન’ ફેમ મૌની રૉય આ ફિલ્મમાં RAW ઑફિસર તરીકે લીડ રોલમાં છે. કંવલ સેઠી નિર્દેશિત ‘લંડન કૉન્ફિડેન્શિયલ’માં મૌની રૉય ઉપરાંત, પુરબ કોહલી, કુલરાજ રંધાવા, પરવેશ રાણા પણ મહત્ત્વનો રોલ ભજવશે.
ફિલ્મના મેકર્સનું એવું કહેવું છે કે કોરોનાની મહામારી બાદ ‘લંડન કૉન્ફિડેન્શિયલ’ પહેલો વેબ-શો છે જેનું શૂટિંગ
ભારત બહાર કરવામાં આવ્યું હોય. આ ફિલ્મને જાણીતા ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ હુસેન ઝૈદીએ લખી છે. ઉલ્લેખનીય છે કે હુસેન ઝૈદીના
પુસ્તક પરથી તાજેતરમાં નેટફ્લિક્સ પર બૉબી દેઓલની ફિલ્મ ‘ક્લાસ ઑફ ૮૩’ પણ રિલીઝ થઈ છે. તો તેમના અન્ય પુસ્તક
‘ડોંગરી ટુ દુબઈ’ પરથી પણ ફરહાન અખ્તર એક વેબ-સિરીઝ બનાવી રહ્યો છે.
'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
17th January, 2021 19:33 ISTહિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાથી તાંડવ પર પ્રતિબંધ મૂકવાની સખત માગણી ઊઠી
17th January, 2021 16:45 ISTફૉર મોર શૉટ્સ પ્લીઝની સીઝન 3ને ફૅન્સને સમર્પિત કરવા માગે છે માનવી ગાગરુ
17th January, 2021 16:38 ISTપોતાના ડ્રીમ-કોસ્ટાર રણદીપ સાથે શૂટિંગ શરૂ કર્યું ઉર્વશીએ
17th January, 2021 16:35 IST