એનિર્વસરી નિમિત્તે પતિએ સોનમ કપૂરને આપી અનોખી ભેટ! ખબર છે શું?

Published: 8th May, 2020 13:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વર્ષ 2018માં 8 મે ના રોજ સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂજા સાથે પ્રભૂતામાં પગલા પાડયા હતા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરની આજે બીઝી વેડિંગ એનિર્વસરી છે. અભિનેત્રીએ બિઝનેસમેન આનંદ આહૂજા સાથે 8 મે 2018ના રોહ લગ્ન કર્યા હતા. એકબાજુ ફેન્સ અને ફેમિલિ તેમની વેડિંગ એનિર્વસરી શુભેચ્છાઅ આપી રહ્યાં છે ત્યારે અભિનેત્રીની ખુશીનો પાર નથી. અભિનેત્રીની ખુશીનું મુખ્ય કારણ છે, એનિર્વસરી નિમિત્તે પતિ આનંદ અહુજાએ આપેલી અનોખી ભેટ.

સોનમને પતિએ આપેલી ભેટ અમુલ્ય અને અલગ જ છે. આનંદ અહુજાએ સોનમને એનિર્વસરી પર મોંઘા કપડા કે જ્વેલરી નહીં પરંતુ ગેમ ડિવાઈઝ નિનટેન્ડો સ્વિચ બેટમાં આપી છે. સોનમને ગેમ રમવાનું બહુ જ ગમે છે. એટલે તેણે સોનમની મનપસંદ ગેમ્સથી ભરેલું ગેમિંગ ડિવાઈઝ નિનટેન્ડો સ્વિચ ગિફ્ટમાં આપ્યું છે. આ ગિફ્ટ મળતા જ સોનમના આનંદનો પાર નહોતો રહ્યો અને તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગેમિંગ ડિવાઈઝનો ફોટો શેર કરતા કેપ્શન આપ્યું હતું કે, આનંદ અહુજા મને બહુ જ સારી રીતે ઓળખે છે. લવ યુ સો મચ.

સોનમની આ તસવીર સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થઈ છે. તેમજ આનંદે આપેલી ગિફ્ટ સોનમની સાથે સાથે તેના ચાહકોને પણ બહુ ગમી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK