ડિવૉર્સ બાદ આદિત્ય ચોપડાની વાઇફ દર વર્ષે ઘણી મોટી રકમ માગે છે અને એ ચૂકવવાની તૈયારી ન હોવાથી ર્કોટકેસ ટૂંક સમયમાં પૂરો થવાની શક્યતા નથી
આદિત્ય ચોપડા અને રાની મુખરજી છેલ્લાં ઘણાં વષોર્થી પ્રેમમાં છે, પણ લાગી રહ્યું છે કે લગ્ન કરવાની તેમની ઇચ્છા પર એક બહુ મોટું ગ્રહણ આવી ગયું છે અને એ કારણે જ તેઓ લગ્ન નહીં કરી શકે એવું કહેવામાં આવી રહ્યું છે. આ પાછળનું કારણ આદિત્ય ચોપડા અને તેમની વાઇફ પાયલના ડિવૉર્સ માટેની કાનૂની કાર્યવાહીને માનવામાં આવે છે, કારણ કે પાયલે આદિત્ય ચોપડા પાસેથી ભરણપોષણ માટે દર વર્ષે ખૂબ જ મોટી રકમની માગણી કરી છે. આ રકમ આપવા માટે તેઓ તૈયાર ન હોવાથી આ મુદ્દો ઘણો લાંબો ચાલશે એવું લાગી રહ્યું છે.
એવું કહેવામાં આવે છે કે પાયલે અત્યારે જે માગણી કરી છે એ જ ખૂબ ઊંચી છે અને વષોર્ જતાંની સાથે એમાં માત્ર વધારો જ થવાનો છે. જોકે તેની માગણી કેટલા રૂપિયાની છે એ જાહેર નથી થયું. ખબરો અનુસાર આ મોટી માગણી પાછળનું કારણ પણ આ પ્રેમપ્રકરણ જ છે. આદિત્યની લાઇફમાં જ્યારથી રાની મુખરજીનો પ્રવેશ થયો હતો ત્યારથી પાયલ સાથેના તેના સંબંધો ખૂબ જ બગડવા લાગ્યા હતા. ઘણા લોકો માને છે કે તેની આ માગણી જરાય ખોટી નથી.
જોકે આદિત્ય કે યશ ચોપડા આ રકમ આપવા માટે તૈયાર નથી અને એ કારણે જ રાનીને પણ કહી દેવામાં આવ્યું છે કે તેને રાહ તો જોવી જ પડશે. રાની આ બાબતથી ઘણી ગુસ્સે થઈ છે અને તેણે હવે યશરાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ્સથી પોતાને દૂર રાખવાનું પણ શરૂ કર્યું છે અને લગ્નના વિચારો છોડી દીધા છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK