Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હંગામા 2 નો ફર્સ્ટ લુક જાહેર, 14 ઓગસ્ટના રોજ થશે રિલીઝ

હંગામા 2 નો ફર્સ્ટ લુક જાહેર, 14 ઓગસ્ટના રોજ થશે રિલીઝ

24 December, 2019 03:13 PM IST | Mumbai

હંગામા 2 નો ફર્સ્ટ લુક જાહેર, 14 ઓગસ્ટના રોજ થશે રિલીઝ

હંગામા 2 પોસ્ટર

હંગામા 2 પોસ્ટર


જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે વર્ષ 2003ની કોમેડી ફિલ્મ હંગામાની સીક્વલની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રિયદર્શનીની હંગામા ફિલ્મ વર્ષ 2003માં આવી હતી. આ ફિલ્મે લોકોને હસી-હસીને લોટપોટ કરી દીધા હતા. પણ હવે પ્રોડ્યુર રતન જૈન સાથે મળીને પ્રિયદર્શની આ ફિલ્મની પાર્ટ 2 લાવી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે હંગામા 2નો ફર્લ્ટ લુક અને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2020ના રોજ રિલીઝ થશે. જોકે આ ફિલ્મમાં કાસ્ય નવી છે.

હંગામા 2 ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થશે
તમને જણાવી દઇએ કે હંગામા 2 14 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તમામ કાસ્ટ નવી છે. તો મહત્વનું છે કે પ્રિયદર્શન અને પરેશ રાવલ 7 વર્ષ હાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. તો શિલ્પા શેટ્ટી લાંબા વિરામ બાદ મોટી સ્ક્રિન પર પરત ફરી રહી છે. જોકે હંગામા પહેલા જેની અન્ય એક ફિલ્મ નિકમ્મામોટા પરદે જોવા મળશે. જે 5 જુનના રોજ રિલીઝ થશે. તો આ ફિલ્મમાં અન્ય સ્ટાર કાસ્ટમાં જાવેદ જાફરીનો દીકરો મીઝાન જાફરી અને પ્રણીતા સુભાષ યુવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. પ્રણીતા સુભાષ અજય દેવગણની આવનારી ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. તો મીઝાન જાફરીએ સંજય લીલા ભણશાલીની મલાલથી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું.





હંગામા 2 એક પારિવારિક અને કોમેડી ફિલ્મ છે : પ્રિયદર્શન
ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને કહ્યું હતું કે તેમણે છેલ્લાં છ વર્ષમાં એક પણ હિંદી ફિલ્મ ડિરેક્ટ કરી નથી. હવે તેઓ ફૂલ ઓન કોમેડીની સાથે પરત ફરી રહ્યાં છે. જોકે, તેમની ફિલ્મમાં વલ્ગારિટી તથા ડબલ મિનિંગ જોક્સ જોવા મળશે નહીં. હંગામા 2’ એકદમ પારિવારિક ફિલ્મ છે. હંગામાને 16 વર્ષ થઈ ગયા છે પરંતુ ચાહકોને આજે પણ આ ફિલ્મ યાદ છે. આ ઉપરાંત પ્રોડ્યૂસર્સ સાથે પણ સારા સંબંધો છે. તેમની સાથે ગરમ મસાલાતથા હલચલજેવી ફિલ્મ્સ આપી છે.




 

 


આ પણ જુઓ : Shilpa Shetty : શિલ્પા શેટ્ટીના સ્ટ્રોન્ગ ફેન્સનું કારણ જાણો અહીં

14 ઓગસ્ટે આ ફિલ્મ્સ સાથે ક્લેશ
14 ઓગસ્ટે અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયારિલીઝ થવાની છે. આ જ દિવસે જ્હોન અબ્રાહમની ફિલ્મ એટેકપણ રિલીઝ થવાની છે. એટલે કે આવતા વર્ષે 14 ઓગસ્ટે એક સાથે બોક્સ ઓફિસ પર ત્રણ-ત્રણ ફિલ્મ્સ રિલીઝ થશે. આમાંથી કઈ ફિલ્મ બાજી મારે છે, તે જોવું રસપ્રદ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 03:13 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK