અર્જુન કપૂરે સો કૅન્સર કપલ્સને ટ્રીટમેન્ટ માટે સપોર્ટ કરવાનું નક્કી કર્યું છે. વૅલેન્ટાઇન્સ ડે નજીક હોવાથી અર્જુને લોકોને આ રીતે મદદ કરી એ દિવસને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે. અર્જુનની મમ્મીનું મૃત્યુ પણ કૅન્સરને કારણે થયું હતું. આથી અર્જુન આ કારણસર લોકોને વારંવાર આ વાઇરસ સામે મદદ કરતો આવ્યો છે. તેણે કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન સાથે મળીને આ કામ કરવાનું નક્કી કર્યું છે. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘આ પૅન્ડેમિક દ્વારા આપણે એક વસ્તુ શીખ્યા છીએ કે લોકોને મદદ કરવી કેટલી જરૂરી છે અને તમારાથી શક્ય હોય એટલો પ્રેમ આપવો. આપણે ફેબ્રુઆરીને વૅલેન્ટાઇન્સ મન્થ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને આપણી નિકટના વ્યક્તિને સ્પેશ્યલ ફીલ કરાવીએ છીએ. જોકે આ સમયે મેં કંઈક અલગ કરવાનું નક્કી કર્યું છે. કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન સાથે મળીને હું ગરીબ સો કપલ્સને મદદ કરી રહ્યો છું. મતલબ કે એક વ્યક્તિને કૅન્સર થયું હોય અને તેનો પાર્ટનર પણ તેની સેવામાં હોય છે એવા લોકોને હું મદદ કરી રહ્યો છું. કૅન્સરને કારણે ઇમ્યુનિટી પર અસર પડે છે અને તેઓ જલદી કોરોના વાઇરસની ચપેટમાં આવે છે. આ કપલ્સ માટે ગયું વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. તેઓ બીમારીની સાથે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી વિવિધ મુશ્કેલીઓ સામે પણ લડી રહ્યાં હતાં. ઘણા લોકો પાસે ખોરાક અને દવા લેવા માટે પણ પૈસા નહોતા. એક કપલને એક વર્ષમાં અંદાજે એક લાખ રૂપિયા કીમોથેરપી, રેડિયોથેરપી, સર્જરી અને દવા માટે જોઈએ છે. આપણે તેમને નાણાકીય મદદ કરીને બચાવી શકીએ છીએ.’
રેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTધ ગર્લ ઑન ધ ટ્રેન: પ્રિડિક્ટેબલ હોવાથી પાટા પરથી ઊતરી ફિલ્મ
28th February, 2021 15:21 ISTદર્શકોને ફિલ્મ જોવાની મજા આવે એ માટે ધ ગર્લ ઑન ધ ટ્રેનની દરેક ડીટેલને સીક્રેટ રાખવામાં આવી: પરિણીતી
18th February, 2021 13:15 ISTરાધેશ્યામના જુદા-જુદા વર્ઝન માટે પસંદ કરવામાં આવ્યા વિવિધ મ્યુઝિશ્યન
11th February, 2021 11:41 IST