હ્યુમન સ્ટોરીઝ લૅન્ગ્વેજ બૅરિયર તોડીને દુનિયા સુધી પહોંચે છે:અનુષ્કા

Published: Jul 17, 2020, 19:08 IST | Mumbai Correspondent | Mumbai Desk

વેબ-પ્લૅટફૉર્મને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એથી જ અનુષ્કા પણ બૉલીવુડની ફિલ્મો કરતાં અલગ ફિલ્મ બનાવીને રિલીઝ કરી રહી છે.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું કહેવું છે કે હ્યુમન સ્ટોરીઝ લૅન્ગ્વેજના બૅરિયરને તોડીને દુનિયાભરના લોકો સુધી પહોંચવામાં સફળ રહે છે. અનુષ્કાએ હાલમાં જ નેટફ્લિક્સ માટે ‘પાતાલ લોક’ અને ‘બુલબુલ’ને બૅક-ટુ-બૅક રિલીઝ કરી હતી. આ વેબ-શો અને ફિલ્મને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવ્યા હતા અને એને લૉકડાઉનમાં સારા વ્યુઝ પણ મળી રહ્યા છે. હાલમાં વેબ-પ્લૅટફૉર્મને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એથી જ અનુષ્કા પણ બૉલીવુડની ફિલ્મો કરતાં અલગ ફિલ્મ બનાવીને રિલીઝ કરી રહી છે. તે તેની ફિલ્મો અને વેબ-શો દ્વારા ખૂબ જ રિસ્ક લેતી જોવા મળી છે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘અમે શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે અમારે એવા પ્રોજેક્ટ બનાવવા છે જે અનોખા હોય અને એની સ્ટોરીમાં પણ નવીનતા હોય. તમે જ્યારે આ પ્રકારની સોચ સાથે પ્રોજેક્ટ બનાવો છો ત્યારે એને જોવાવાળા દર્શકોની પણ કોઈ સીમા નથી રહેતી. આજે ઘણાં પ્લૅટફૉર્મ છે જે દુનિયાભરના દર્શકો સુધી પહોંચવા માટે તમને મદદ કરે છે અને એનો ફાયદો ઉઠાવી તમે એ લોકો સુધી પહોંચી શકો છો.’
દુનિયાભરના મેકર્સ તેમના પ્રોજેક્ટ્સને લોકો સુધી પહોંચાડવા માટે વેબનો ઉપયોગ કરે છે અને અનુષ્કાનો પણ એમાં સમાવેશ થાય છે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે હ્યુમન સ્ટોરી દેશની તમામ સરહદ પાર કરીને લોકો સુધી પહોંચી શકે છે. આવી સ્ટોરીઝ લૅન્ગ્વેજના બૅરિયરને તોડી દે છે. આપણે આજે ઇન્ડિયામાં બેસીને કોલંબિયા, ઇઝરાયલ અને સ્પેનના શો જોઈ રહ્યા છીએ અને આપણને એમાં મજા પણ આવી રહી છે. સારી સ્ટોરી હંમેશાં લોકો સુધી પહોંચીને જ રહે છે, એને બાંધીને રાખવી શક્ય નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK