Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચૅરિટી માટે ઑનલાઇન અંતાક્ષરી રમશે હુમા કુરેશી

ચૅરિટી માટે ઑનલાઇન અંતાક્ષરી રમશે હુમા કુરેશી

04 November, 2020 07:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૅરિટી માટે ઑનલાઇન અંતાક્ષરી રમશે હુમા કુરેશી

હુમા કુરેશી

હુમા કુરેશી


હુમા કુરેશી ચૅરિટી માટે વર્ચ્યુઅલ અંતાક્ષરી રમવા જઈ રહી છે. અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના ફાઉન્ડેશન ફૅનકાઇન્ડ સાથે મળીને તે એનું આયોજન કરી રહી છે. ફૅનકાઇન્ડ દ્વારા ડોનેટ કરનાર પાંચ લકી વિનરને તેની સાથે આ અંતાક્ષરી રમવાનો ચાન્સ મળશે. આ માટે કડલ્સ ફાઉન્ડેશન પણ સાથે મળ્યું છે. આ માટે ચૅરિટી આજથી શરૂ થશે અને એ ૧૩ નવેમ્બર સુધી ચાલશે. ૧૪ નવેમ્બરે એના વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ દ્વારા મળેલા પૈસાથી કૅન્સરની સામે લડતાં ગરીબ બાળકો માટે ન્યુટ્રિશનથી ભરપૂર ગરમ વાનગીઓ અને જરૂરી સપ્લિમેન્ટ્સ પૂરાં પાડવામાં આવશે. આ વિશે હુમા કુરેશીએ કહ્યું હતું કે ‘કૅન્સરની સામે પીડાતાં ગરીબ બાળકો માટે ન્યુટ્રિશનથી ભરપૂર ભોજન પૂરું પાડવા માટે આ કામમાં જોડાવાની મને ખુશી છે. દરેક બાળકને સારું ભવિષ્ય મળે એ તેમનો અધિકાર છે અને એમાં હું નાનકડું મારું યોગદાન આપી રહી છું. હું કડલ્સ ફાઉન્ડેશન દ્વારા મળીને આ કામ કરી રહી છું જેઓ કૅન્સરને માત આપવામાં મદદ કરે છે. લાંબા સમય બાદ ચાહકો સાથે અંતાક્ષરી રમવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK