પ્રોત્સાહનનાં જોશથી જીવમાં જીવ પુરાવતું ગીત,"હમ કલાકાર હૈં"

Updated: Jul 10, 2020, 21:26 IST | Mumbai

જાણીતા પ્રોડ્યૂસર આનંદ પંડિતે ફિલ્મ ઉદ્યોગનાં મોટા માથાઓ સાથે હાથ મેળવ્યા, આપી પ્રેરણાદાયી ગીતની ભેટ

આનંદ પંડિત
આનંદ પંડિત

મુંબઇ ક્યારેય ન થોભતું સપનાઓનું શહેર – પણ આજકાલ કોરોનાવાઇરસને કારણે સદંતર ખાલીપામાં શ્વાસ લઇ રહ્યું છે. ગ્લેમર વિશ્વની ચકાચોંધથી ઝળહળતા શહેરમાં સ્ટૂડિયોઝ પણ વેરાન છે અને શૂટિંગના લોકાલ્સ ઉજ્જડ ભાસે છે.જો કે ફિલ્મ ઉદ્યોગ એક નક્કર ભવિષ્યમાં આશા ખોળી રહ્યું છે અને તે માત્ર દર્શકો માટે નહીં પણ પ્રોડક્શન સાથે જોડાયેલા અનેક માટે અનિવાર્ય છે. ફિલ્મ ઉદ્યોગનાં ટોચનાં નામોએ એક થઇને રિલિઝ કર્યું છે ‘કલાકાર’- એક એવું ગીત જેમાં એ દરેક કલાકારની પ્રશસ્તિ છે જે ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં ચણતરની ઇંટનું કામ કરે છે અને બહેતર ભવિષ્યની આશાના દિવાને પ્રકાશિત રાખે છે. આ ગીતમાં પ્રોત્સાહન છે, પ્રેરણા છે અને આશા છે કે મુંબઇ ફરી ધબકતું થશે. એમાં એવા લોકો પોતાની વાત કરે છે જે દરેકને માટે પ્રેરણારૂપ છે. ઇન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન એસોસિએશન – IFTDAની આ પહેલ #HumKalaakarHain એ દરેક કલાકારને સલામ છે જે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આ વિડીયો આનંદ પંડિત, સુભાષ ઘાઇ, રાજકુમાર હિરાણી, રોહિત શેટ્ટી, અનુપમ ખેર, મધુર ભંડારકર, આનંદ એલ રાઇ, સલીમ સુલેમાન, સુખવિંદર સિંઘ તથા અશોક પંડિત દ્વારા આજે રિલીઝ કરાયો હતો.

આ અંગે પ્રોડ્યૂસર આનંદ પંડિતનું કહેવું છે કે, “ઇન્ડસ્ટ્રીનાં અનેક લોકો તરફથી જે રીતે અમને સહકાર મળ્યો છે તે બદલ એકેએક પ્રોડ્યૂસર તેમનો આભારી છે. આ મુશ્કેલ સમયમાં જે અમારી પડખે રહ્યા છે તેમના પ્રત્યે અમે કૃતજ્ઞી છીએ. આ રોગચાળાને પગલે બીજું તો ઠીક પણ અમે સૌ એકબીજાની વધુ નિકટ આવ્યા છીએ અને આ વીડિયો એ જ ક્યારેય મંદ ન પડનારા જોશ, સ્પિરિટને જ ટ્રીબ્યુટ છે, જે આ મુંબઇ શહેરનો પાયો પણ છે.”  #HumKalaakarHain ગીતની સ્ફૂરણા અશોક પંડિત દ્વારા થઇ અને તેને સલીમ-સુલેમાને કમ્પોઝ કર્યું છે અને શબ્દો તથા સ્વર સુખવિંદર સિંઘના છે.

આનંદ પંડિત જેમને મિડાસ ટચ ધરાવતા પ્રોડયૂસર કહેવાય છે તેમણે રિયલ એસ્ટેટમાં પણ મજબુત પકડ જમાવી છે. તેમની હાઇ એન્ડ લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સ દ્વારા બૉલીવુડનાં મોટાં માથાઓ માટે ઘર તૈયાર થયેલા છે. તેમણે આનંદ પંડિત મોશન પિક્ચર્સ નાં બેનર હેઠળ આઇકોનિક ફિલ્મો પ્રસ્તુત કરી છે અને હવે તે જલ્દી જ બિગ બી સાથે ‘ચેહરે’ પ્રોડ્યૂસ કરી રહ્યા છે તથા જુનિયર બચ્ચન સાથે ‘ધી બિગ બુલ’ પણ આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK