LGBTQ પર આધારિત હમ ભી અકેલે તુમ ભી અકેલે થશે ઑનલાઇન રિલીઝ

Published: Jun 05, 2020, 21:32 IST | Agencies | Mumbai

લૉકડાઉનને કારણે થિયેટર્સ બંધ હોવાથી ફિલ્મો ઑનલાઇન રિલીઝ થઈ રહી છે. ફિલ્મના એક સીનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝરીને કૅપ્શન આપી હતી કે

ઝરીન ખાન અને અંશુમન ઝાની LGBTQ પર આધારિત ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે યુવક ગે છે અને યુવતી લેસ્બિયન છે. લૉકડાઉનને કારણે થિયેટર્સ બંધ હોવાથી ફિલ્મો ઑનલાઇન રિલીઝ થઈ રહી છે. ફિલ્મના એક સીનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝરીને કૅપ્શન આપી હતી કે ‘ગે છોકરો, એક લેસ્બિયન છોકરી, એક રોડ ટ્રિપ, તમને શું લાગે છે આગળ શું થવાનું છે? વીર અને માનસી તરફથી હૅપી પ્રાઇડ મન્થ. આ જૂનમાં અમે અમારી જર્નીને થિયેટર્સમાં રિલીઝ નથી કરી શકતાં. એથી અમે ડિજિટલી આવી રહ્યાં છીએ. વધુ માહિતી અહીં મળી રહેશે. આ મહિનાને વધુ સ્પેશ્યલ બનાવવા માટે અમે જલદી જ જાહેરાત કરવાનાં છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK