Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક રોશને તોડ્યો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો નિયમ

હૃતિક રોશને તોડ્યો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો નિયમ

17 September, 2012 08:38 AM IST |

હૃતિક રોશને તોડ્યો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો નિયમ

હૃતિક રોશને તોડ્યો એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો નિયમ






હૃતિક રોશન અત્યાર સુધી આમિર ખાનની જેમ એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાના નિયમનું પાલન કરતો હતો, પણ હવે તેણે પોતાના આ અભિગમમાં પરિવર્તન લાવવાનું પસંદ કર્યું છે. હાલમાં હૃતિક પિતા રાકેશ રોશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ક્રિશ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, પણ આમ છતાં તેણે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી રોમૅન્ટિક કૉમેડી ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. આમ હૃતિકે એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવાનો પોતાનો નિયમ આ ફિલ્મ માટે તોડી નાખ્યો છે.


આ મુદ્દે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવી ગયું છે. ખબર પડી છે કે હૃતિકે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ સાઇન કરી છે. હૃતિક તેની કરીઅરમાં પહેલી વાર આવી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. હૃતિક છેલ્લા કેટલાક સમયથી ભારે ડિમાન્ડિંગ રોલ કરી રહ્યો છે અને તેને લાગે છે કે હવે બદલાવ જરૂરી છે. હૃતિકે ãસ્ક્રપ્ટનો સારી રીતે અભ્યાસ કરીને આ ફિલ્મ કરવાની તૈયારી બતાવી છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2012 08:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK