Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ

ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ

30 August, 2012 06:11 AM IST |

ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ

ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ


hritik-switzarlandહાલમાં પ્રોડ્યુસર રાકેશ રોશન દીકરા હૃતિક રોશનને લઈને ‘ક્રિશ ૩’નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મના આગળના શેડ્યુલનું શૂટિંગ સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું અને હવે નેક્સ્ટ શેડ્યુલનું શૂટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં આલ્પ્સની પર્વતમાળામાં કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર મહિનામાં શરૂ થયું હતું અને મુંબઈ તથા હૈદરાબાદનું મોટા ભાગનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું છે. આ પહેલાં ‘કોઈ મિલ ગયા’ની સીક્વલ એવી ૨૦૦૬માં રિલીઝ થયેલી ‘ક્રિશ’નું શૂટિંગ પણ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં તેમ જ સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘ફિલ્મનું યુનિટ ઑક્ટોબર મહિનામાં સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ કરવા માટે રવાના થઈ જશે અને હાલના તબક્કે તો આ શેડ્યુલની તૈયારીઓ ચાલી રહી છે. હાલના તબક્કે બીજા યુરોપિયન દેશોના નામની પણ વિચારણા ચાલી રહી છે, પણ સ્વિટ્ઝરલૅન્ડ ટોચ પર છે.’



હૃતિક રોશનને ‘ક્રિશ’ના રોલમાં ચમકાવતી આ ફિલ્મની હિરોઇન છે પ્રિયંકા ચોપડા. હૃતિક આ ફિલ્મમાં અભિનયની સાથે-સાથે નિર્માણનાં બીજાં પાસાંઓ પર પણ ધ્યાન આપી રહ્યો છે. હૃતિકે આ ફિલ્મ માટે પરફેક્ટ બૉડી બનાવવા આકરી મહેનત કરી છે અને હવે તે શૂટિંગ માટે પણ પરફેક્ટ લોકેશનની જ પસંદગી કરવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2012 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK