હ્રિતિક રોશનની બહેન સુનૈના રોશનની તબિયત બગડી છે અફવા, આ છે હકીકત

Published: Jun 10, 2019, 15:46 IST

જણાવીએ કે 9 જૂન રવિવારથી સુનૈના સાથે જોડાયેલી આ ખબર વાયરલ થઇ રહી છે કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેને કારણે રોશન પરિવાર ખૂબ જ દુઃખી છે.

સુનૈના રોશન
સુનૈના રોશન

બોલીવુડ સ્ટાર હ્રિતિક રોશનની બહેન સુનૈના સાથે જોડાયેલી એક બાબત ખૂબ જ વાયરલ થઇ રહી છે. ખબર એ હતી કે સુનૈનાની તબિયત ખૂબ જ ખરાબ છે અને આગામી 24 કલાક તેની માટે ખૂબ જ ગંભીર છે. આ દરેક ખબરો વચ્ચે હ્રિતિકની બહેન સુનૈનાએ પોતે જ બધા સામે આવીને કહ્યું કે આ બધી વાતો ખોટી છે, અફવા છે.

સુનૈનાએ ટ્વીટ કરીને આપી જાણકારી
સુનૈનાએ એક ટ્વીટ દ્વારા પોતે સ્વસ્થ છે તેવી માહિતી શેર કરી અને આ બધી જ ખબરોને અફવા જાહેર કરી દીધી છે. સુનૈનાએ ટ્વીટ કરીને એક મીડિયા હાઉસ પર નિશાનો પણ સાધ્યો છે. સુનૈનાએ લખ્યું, હોસ્પિટલમાં દાખલ થવાની ખબરને કારણે મને ઘણી મુશ્કેલીઓ થઇ છે. હું બરાબર છું અને મારા મિત્રો સાથે પાર્ટી કરું છું. મહેરબાની કરીને હકીકતોને જાણી લો.

સુનૈનાની બીમાર હોવાના સમાચાર વાયરલ થયા હતા
જણાવીએ કે 9 જૂન રવિવારથી સુનૈના સાથે જોડાયેલી આ ખબર વાયરલ થઇ રહી છે કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેને કારણે રોશન પરિવાર ખૂબ જ દુઃખી છે. જો કે સુનૈના ઘણા સમયથી ડિપ્રેશનની બીમારીથી લડી છે. તેને બાઇપોલર ડિસોર્ડર જેવી મનોવૈજ્ઞાનિક મુશ્કેલી છે. આ બીમારીમાં મૂડ સ્વિંગની ખૂબ જ તકલીફ રહે છે. સુનૈના કેન્સર સર્વાઇવર પણ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટુબર્ક્યુલોસિસ મેનિન્જાઇટિસ, વજન અને કેન્સરથી લડાઇ સાથે જ અસફળ સંબંધો ડિપ્રેશનનું કારણ બન્યા. પછી પરિસ્થિતિ એવી સર્જાઇ કે તેણે ઘરમાંથી બહાર નીકળવાનું જ છોડી દીધું.

 
 
 
View this post on Instagram

A post shared by sunaina (@roshansunaina) onJun 9, 2019 at 11:31pm PDT

આ પણ વાંચો : વિકી કૌશલને 'ભૂત'એ પડકી લીધો, જાણો આગળ શું થયું?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK