હૃતિક રોશનને ભજવવું છે પોલીસનું પાત્ર

Published: Jan 23, 2020, 14:20 IST | Mumbai

હૃતિક રોશનને પોલીસનાં પાત્ર ભજવવાની ઇચ્છા જાગી છે. તેણે અત્યાર સુધી અનેક પ્રકારનાં રોલમાં હાથ અજમાવ્યા છે, પરંતુ પોલીસનું પાત્ર બાકી છે.

હૃતિક રોશન
હૃતિક રોશન

હૃતિક રોશનને પોલીસનાં પાત્ર ભજવવાની ઇચ્છા જાગી છે. તેણે અત્યાર સુધી અનેક પ્રકારનાં રોલમાં હાથ અજમાવ્યા છે, પરંતુ પોલીસનું પાત્ર બાકી છે.

મુંબઈ પોલીસ માટે આયોજિત કાર્યક્રમ ‘ઉમંગ ૨૦૨૦’માં તેણે હાજરી આપી હતી. ‘ઉમંગ ૨૦૨૦’ ૨૬મી જાન્યુઆરીએ સોની ચૅનલ પર દેખાડવામાં આવશે. તેમની પ્રશંસા કરતાં હૃતિકે કહ્યું હતું કે ‘મુંબઈ સૌથી સારામાં સારુ રહેવા માટેનું શહેર છે. એનો શ્રેય મુંબઈ પોલીસને જાય છે. હું ગયા વર્ષે ‘ઉમંગ ૨૦૧૯’માં હાજર રહી શક્યો નહોતો.

આ પણ વાંચો : એન્ટરટેઇનમેન્ટ વગર બૉલીવુડમાં ટકી રહેવું શક્ય નથી : પ્રિયદર્શન

જોકે આ વર્ષે મેં નિશ્ચય કર્યો કે હું એમાં હાજર રહીશ. પોલીસ દિવસ રાત આપણી સુરક્ષામાં હાજર રહે છે. એમનાં માટે સ્ટેજ પર પર્ફોર્મ કરવુ સારુ લાગ્યુ હતું. મારી લાઇફમાં મેં બધા પ્રકારનાં રોલ્સ ભજવ્યા છે. હું ફિલ્મ મેકરને વિનંતી કરું છું કે પોલીસ ઑફિસરનો રોલ મારા માટે લખે કારણ કે મારી લાઇફનો એ ચૅલેન્જિંગ રોલ રહેશે. મને એ વાતની પણ પૂરી ખાતરી છે કે એ રોલ મારી લાઇફનો બેસ્ટ રોલ બનશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK