હ્રિતિક રોશન બન્યા એશિયાના સેક્સીએસ્ટ મૅન, ટૉપ-5માં આ બે એક્ટરનું પણ નામ

Updated: Dec 05, 2019, 16:29 IST | Mumbai

બૉલીવુડ એક્ટર હ્રિતિક રોશનની આ દાયકાના સેક્સીએસ્ટ એશિયાઈ મૅન તરીકેની પસંદગી કરવામાં આવી છે.

હ્રિતિક રોશન
હ્રિતિક રોશન

બૉલીવુડ એક્ટર હ્રિતિક રોશનની આ દાયકાના સેક્સીએસ્ટ એશિયાઈ મૅન તરીકેની પસંદગી કરવામાં આવી છે. હ્રિતિકને એક ઑનલાઈન સર્વે દ્વારા પસંદગી કરવામાં આવી છે અને આ સર્વે બ્રિટિશ સાપ્તાહિક ન્યૂઝ પેપર 'ઈસ્ટર્ન આઈ'એ કરાવ્યું હતું. સમાચાર પત્રે આ સર્વેના આધાર પર 'સેક્સીએસ્ટ એશિયન મેલ' રેન્કિંગ જાહેર કરી છે, જેમાં પહેલું સ્થાન હ્રિતિક રોશનનું છે. હ્રિતિક રોશનનું નામ વોટ, સોશિયલ સાઈટ્સ પર થયેલી ચર્ચાના આધાર પર પસંદ કરવામાં આવ્યું છે.

 
 
 
View this post on Instagram

When you become the pose. Or has the pose become you?

A post shared by Hrithik Roshan (@hrithikroshan) onSep 23, 2019 at 5:11am PDT

'વૉર' અને 'સુપર-30' જેવી ફિલ્મોમાં નજર આવનારા 45 વર્ષના હ્રિતિક રોશનને છેલ્લા દાયકામાં પણ આ ખિતાબ મળ્યો હતો અને તેમને બીજી વાર આ ખિતાબ મળ્યો છે. જોકે હ્રિતિક રોશને આ પુરસ્કારને અચીવમેન્ટ નથી જણાવ્યું. સૂત્ર અનુસાર હ્રિતિક રોશને આ ખિતાબને લઈને કહ્યું કે, હું દરેકનો આભાર માનવા માંગુ છું, જેને આ લાગે છે અને તેમણે મને મત આપ્યો છે. હું અભિભૂત થઈ ગયો છું. '

 
 
 
View this post on Instagram

Mindful posing. #ilovetravelling see u soon #Rotterdam.

A post shared by Hrithik Roshan (@hrithikroshan) onNov 16, 2019 at 8:32pm PST

આગળ હ્રિતિકે કહ્યું વસ્તુઓના વિશાળ દૃશ્યમાં વ્યક્તિનો લૂક જ પ્રાસંગિક નથી હોતો. હું લોકોને એમના દેખાવ પ્રમાણે જજ કરતો નથી. એ જ રીતે, હું પોતાને લૂકના આધારે જજ કરતો નથી. કોઈપણ વ્યક્તિમાં આકર્ષક વસ્તુ શું હોય છે... એ તેમની વાર્તા, જર્ની અને જે રીતે તેઓ પરિસ્થિતીઓનો સામનો કરે છે. મારા પાત્રોનો ભાગ બનવું એ મારા કામનો ભાગ છે, જેમાં ઘણા પ્રયત્ન અને કડક મહેનત કરવી પડે છે.

આ પણ વાંચો : કપિલ શર્માના સેટ પર પહોંચ્યા સલમાન ખાન, સ્ટેજ પાછળ થયું કઈક આવુ, જુઓ વીડિયો

ત્યારે આ લિસ્ટમાં હ્રિતિક રોશન સિવાય કેટલાક ભારતીય સ્ટાર્સના નામ પણ સામેલ છે. એમાં શાહિદ કપૂક બીજા સ્થાન પર, ટેલિવિઝન સ્ટાર વિવિયન ડિસેના ત્રીજા, એક્ટર ટાઈગર શ્રોફ ચોથા અને બ્રિટિશ એશિયાઈ પૉપ સ્ટાર જાઈન મલિક પાંચમાં નંબર પર રહ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK