ફરીથી અમિતાભ બચ્ચનની જગ્યા લેશે હૃતિક રોશન?

Published: Jun 08, 2019, 10:53 IST | મુંબઈ

‘સત્તે પે સત્તા’ની રીમેકમાં હૃતિક રોશન જોવા મળશે એવી ચર્ચા ચગી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રને હૃતિક ભજવવાનો છે એવી શક્યતા વર્તાઈ રહી છે.

અમિતાભ બચ્ચન અને હૃતિક રોશન
અમિતાભ બચ્ચન અને હૃતિક રોશન

‘સત્તે પે સત્તા’ની રીમેકમાં હૃતિક રોશન જોવા મળશે એવી ચર્ચા ચગી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રને હૃતિક ભજવવાનો છે એવી શક્યતા વર્તાઈ રહી છે. ‘અગ્નિપથ’ની રીમેકમાં પણ હૃતિકે કામ કર્યું હતું. ‍ફારાહ ખાન ફિલ્મને ડિરેક્ટ કરશે અને રોહિત શેટ્ટી એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ ફિલ્મની કાસ્ટને લઈને લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ અને તાલાવેલી છે. જોકે ફિલ્મની કાસ્ટ હજી સુધી ફાઇનલ નથી થઈ. પહેલાં એવી ચર્ચા હતી કે શાહરુખ ખાન અથવા તો અક્ષયકુમાર અમિતાભ બચ્ચનના રોલમાં જોવા મળશે.

જોકે તેઓ આ ફિલ્મમાં નથી. એવું જાણવા મળ્યું છે કે ફારાહ અને હૃતિક વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા કરવામાં આવી હતી. હૃતિકે પણ‌ આ પ્રોજેક્ટ માટે હામી ભરી હોય એવી શક્યતા છે. હૃતિકને ધ્યાનમાં રાખીને ફારાહે આખી સ્ક્રિપ્ટ પર ફરીથી કામ કર્યું હોય એવું જાણવા મળ્યું છે. તેમને એવા સુપરસ્ટારની જરૂર છે જે અમિતાભ બચ્ચનની જેમ સ્ક્રીન પર લોકોને આકર્ષિત કરી શકે. આ જ કારણ છે કે હૃતિક તેમની પહેલી પસંદ હોઈ શકે છે. ફારાહ અને હૃતિક ઘણાં વર્ષોથી સારા ફ્રેન્ડ્સ છે અને એથી જ તેણે આ ફિલ્મને હા કહી હોય. ફાઇનલ નિર્ણય જલદી જ લેવામાં આવશે અને ત્યાર બાદ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

ફિલ્મમેકર્સને ખૂબ ઘરડા અથવા તો ખૂબ યુવાન હોય એવા કલાકાર નથી જોઈતા. હીરો પરિપક્વ હોવો જોઈએ, પરંતુ લગ્ન માટે વધુ ઉંમર ન હોવી જોઈએ. તેમને ૪૦ની આસપાસનું પાત્ર ભજવનાર કલાકારની જરૂર છે જે તેમના રોલમાં ફિટ બેસે. ‘સત્તે પે સત્તા’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે અમિતાભ બચ્ચન પણ ૪૦ના હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK