મોહેંજો દારોના શૂટિંગ વખતે પૂજા હેગડેની હિંમત જોઈને હૃતિક થઈ ગયો આશ્ચર્યચકિત

Published: Jul 19, 2016, 04:21 IST

ઍક્ટર હૃતિક રોશન કહે છે કે આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘મોહેંજો દારો’ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહેલી પૂજા હેગડેની હિંમત જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.ઑસ્કરવિજેતા સંગીતકાર એ. આર. રહમાન સહિતના ફિલ્મના તમામ કલાકારો તથા ક્રૂ-મેમ્બર્સની હાજરીમાં તાજેતરમાં યોજાયેલા એક સમારંભમાં હૃતિકે પૂજાને મીડિયા સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. બ્યુટી પેજન્ટની ભૂતપૂર્વ સ્પર્ધક પૂજાએ ‘ઓકા લૈલા કોસમ’ અને ‘મુકુંદા’ નામની તેલુગુ ફિલ્મોમાં અગાઉ કામ કર્યું છે.

એ સમારંભમાં ખુદ હૃતિકે કબૂલ્યું હતું કે ફિલ્મના શૂટિંગ વખતે અમે પહેલી જ વાર મળ્યાં ત્યારે પૂજાનો આત્મવિશ્વાસ તથા હિંમત જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો હતો.

હૃતિકે કહ્યું હતું કે ‘પૂજાની હિંમત જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે, પણ પૂજાએ મારી આંખમાં આંખ મિલાવી ત્યારે તેની હિંમત તથા નર્દિોષતાથી હું ચમકી ગયો હતો. મને લાગે છે કે પૂજા રેર ટૅલન્ટ છે અને બૉલીવુડમાં લાંબા સમય સુધી કામ કરશે.’

આશુતોષ ગોવારીકર લિખિત, દિગ્દર્શિત અને નિર્મિત રોમૅન્સ અને સાહસસભર આ ફિલ્મ ઈસવી સન પૂર્વે ૨૬૦૦ના સિંધુ સંસ્કૃતિના સમયગાળાના મોહેંજો દારો નગરની પશ્ચાદભૂ ધરાવે છે. આ ફિલ્મ ૧૨ ઑગસ્ટે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK