ખતમ થઈ ગઈ રિતિક-સુઝાનની લવસ્ટોરી,કોર્ટે આપી છુટાછેડાની મંજૂરી

Published: 1st November, 2014 10:37 IST

બોલિવુડ સ્ટાર રિતિક રોશન અને તેની પત્ની સુઝાન ખાનના14 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે.આજે બ્રાંદ્રા કોર્ટે બંને પક્ષોને છૂટાછેડા માટેની મંજૂરી આપી દીધી છે.રિતિકના વકીલ મૃણાલીની દેશમૂખે છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.જો કે બંન્ને બાળકોની કસ્ટડી કોને મળશે તે વાત પર અત્યારે નિર્ણય કરવામાં નથી આવ્યો.


મુંબઈ,તા.1 નવેમબર

લોયર દિપેશ મેહતાએ આઈએએનએસને કહ્યુ હતુ કે હવે તેમના કાયદેસર રીતે છુટાછેડા થઈ ગયા છે.આજે સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ નિર્ણય થયો છે.જો તે અત્યારે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કાગળ પર થઈ નથી.તમામ સમજૂતીઓ આપસી વિશ્વાસથી થઈ છે.

રિતિક અને સુઝાનના લગ્ન વર્ષ 2000માં થયા હતા અને 14 વર્ષના લગ્નજીવનને માણ્યા બાદ વર્ષ 2014માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા.રિતિક અને સુઝાનના બે દિકરા છે રેહાન અને રિધાન.ગયા વર્ષે લગભગ ડિસેમ્બરમાં તેમણે એકબીજાથી છુટા પડવાનો નિર્ણય કર્યો હતો.બંને પક્ષે કોર્ટમાં અંગત સમજૂતીથી ડિવોર્સની અરજી કરી હતી.કોઈ પણ પક્ષે એકબીજા પર આરોપ નથી મૂક્યા.

જો કે તેમના છુટાછેડાને લઈને 100 કરોડ રૂપિયાના સેંટલમેન્ટની અફવાઓ પણ સામે આવી હતી.પરંતુ સુજાને આ વાતને અફવા ગણાવી હતી અને સાથે આ સમાચાર અંગે બહુ દુઃખ અને નિરાશા પણ બતાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK