હૃતિક રોશન તેની દરેક ફિલ્મ દ્વારા પોતાને રીઇન્વેન્ટ કરવાની કોશિશ કરે છે. તે તેની ફિલ્મોમાં પોતાની બૉડી અને ડાન્સને ટ્રાન્સફૉર્મ કરવા માટે જાણીતો છે. જોકે તે દરેક પાત્રને સ્ક્રીન પર રજૂ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. તે દરેક ફિલ્મ દ્વારા ખૂબ જ સરળતાથી દરેક પાત્રમાં ભળી જાય છે અને એથી જ એક પાવરફુલ પર્ફોર્મન્સ આપવામાં સફળ રહે છે. છેલ્લાં 20 વર્ષથી હૃતિક તેનાં યુનિક પાત્રો દ્વારા ચાહકોને મનોરંજન પૂરું પાડતો આવ્યો છે. ‘કોઈ... મિલ ગયા’ અને ‘ગુઝારિશ’ જેવી ફિલ્મો તેણે અદ્ભુત પર્ફોમન્સ આપ્યા હતા. તો ‘જોધા અકબર’માં તે રાજાની ભૂમિકામાં ખૂબ જ સારી રીતે જોવા મળ્યો હતો. ‘સુપર 30’માં તે ખૂબ જ અદ્ભુત બૉડી ટ્રાન્સફૉર્મેશનમાં જોવા મળ્યો હતો. ઍક્ટિંગ વિશે વાત કરતાં હૃતિકે કહ્યું હતું કે ‘એક રીતે હું મારી ભૂતકાળની ઍક્ટિંગ પર નિર્ભર નથી રહેતો. હું દરેક ફિલ્મને એવી રીતે અપનાવું છું કે એ મારી પહેલી ફિલ્મ હોય. હું મારી દરેક ફિલ્મની શરૂઆત એક સ્ટુડન્ટ તરીકે કરું છું અને પોતાની જાતને રીઇન્વેન્ટ કરતો રહું છું.’
સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 IST