Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Super 30 Box Office Collection: સો કરોડથી આટલી દૂર

Super 30 Box Office Collection: સો કરોડથી આટલી દૂર

21 July, 2019 03:56 PM IST | મુંબઈ ડેસ્ક

Super 30 Box Office Collection: સો કરોડથી આટલી દૂર

સુપર 30 બૉક્સ ઑફિસ કલેક્શન

સુપર 30 બૉક્સ ઑફિસ કલેક્શન


બૉલીવુડ અભિનેતા હ્રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' બીજા વીકએન્ડ પર પણ બૉક્સ ઑફિસ સારું પ્રદર્શન કરી રહી છે. બિહારના જાણીતા શિક્ષક આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ 'સુપર 30' બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ટેક્સ ફ્રિ થઈ ગઈ છે અને ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. પોતાના ઓપનિંગ વીકએન્ડમાં સારું પ્રદર્શન કર્યા પછી હવે બીજા વીકએન્ડમાં પણ સુપર 30 પોતાનું કમાલ દર્શાવતી જોવા મળે છે. ફિલ્મે શનિવારે 8.53 કરોડનું બિઝનેસ કર્યો છે.

શનિવારે થયેલી આ કમાણી સાથે ફિલ્મે 88.90 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ઓપનિંગ વીકએન્ડ પર ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને જો ફિલ્મ આ શનિવાર અને રવિવારના સારું પ્રદર્શન કરી લે છે તો 100 કરોડના આંકડાથી થોડી જ દૂર હશે. આ વીકએન્ડ પર સારું પ્રદર્શન કર્યા પછી ફિલ્મ 100 કરોડની નજીક પહોંચી શકે છે.



શુક્રવારે ફિલ્મે 4.51 કરોડનું બિઝનેસ કર્યું હતું અને ભારતમાં ફિલ્મની કમાણીનો આંકડો 80.36 કરોડ પહોંચ્યો હતો. ફિલ્મ માટે બીજુ વીકએન્ડ ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે આ વીકએન્ડ પર બીજી હિન્દી ફિલ્મો ન હોવાને કારણે આ ફિલ્મ પર દર્શકો વધુ ભરોસો દર્શાવી શકે છે. ફિલ્મને જોવા લોકો સિનેમાઘરો સુધી પહોંચી રહ્યા છે અને માઉથ પબ્લિસિટીનો પણ લાભ મળતો દેખાય છે. પણ આ શુક્રવારે રિલીઝ થયેલી ધ લાય કિંગથી ફિલ્મ સુપર 30ની કમાણી પર અસર થતી જોવા મળી રહી છે.


ફિલ્મે સાતમાં દિવસે એટલે કે ગુરુવારે સારી કમાણી કરતાં 5.62 કરોડ વધુ પોતાની કમાણીમાં જોડી લીધા હતા. આ પહેલા બુધવારે સારી કમાણી કરતાં 6.16 કરોડ રૂપિયા વધુ પોતાના કલેક્શનમાં ઉમેર્યા હતા. મંગળવારે 6.39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો


શું છે ફિલ્મની સ્ટોરી?
નિર્દેશક વિકાસ બહલ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ બિહારના એક ટીચર આનંદકુમાર પર બનાવવામાં આવી છે. જે પોતાના સુપર 30 ટીચિંગ પ્રોગ્રામ માટે જાણીતા છે, જેમાં તે ગરીબ બાળકોને આઇઆઇટીમાં એડમિશન માટે તૈયાર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 03:56 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK