4 જૂને આવશે Super 30નું ટ્રેલર, હ્રિતિકે કરી જાહેરાત

Updated: Jun 02, 2019, 14:15 IST | મુંબઈ

Hrithik Roshanની ફિલ્મ Super 30 આ વર્ષે 12 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. હ્રિતિકે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. 2 જૂનના રોજ ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરીને હ્રિતિકે જણાવ્યું કે એનું ટ્રેલર 4 જૂને આવી રહ્યું છે.

હ્રિતિક રોશન
હ્રિતિક રોશન

Hrithik Roshanની ફિલ્મ Super 30 આ વર્ષે 12 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. હ્રિતિકે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. 2 જૂનના રોજ ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરીને હ્રિતિકે જણાવ્યું કે એનું ટ્રેલર 4 જૂને આવી રહ્યું છે. પણ એની સાથે એક સંદેશ પણ આપ્યો છે.

 

 

હ્રિતિકે પોસ્ટર ટ્વિટ કરીને લખ્યું - હકદાર બનો. ખરેખર, સુપર 30ની વાર્તા પટનાના ગણિતશાસ્ત્રી અને સુપર 30 નામના કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન આનંદ કુમારની બાયોપિક છે. સુપર 30 કોચિંગમાં પસંદગીના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને દેશના ટૉપ એન્જિનિયરિંગ સંસ્થા આઈઆઈટીમાં પ્રવેશ પરીક્ષાની તૈયારી ફ્રીમાં કરાવે છે. આ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ લગભગ 100 ટકા રહે છે. હ્રિતિક ફિલ્મમાં આનંદ કુમારના પાત્રમાં છે. આ પહેલીવાર છે, જ્યારે હ્રિતિક પોતાના કરિયરમાં કોઈ જીવંત વ્યક્તિની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

હ્રિતિકની આ ફિલ્મ છેલ્લા વર્ષે વિવાદમાં ફંસાઈ હતી, જ્યારે એના નિર્દેશક વિકાસ બહલ પર Me Too આંદોલન દરમિયાન એક સાથે કામ કરી ચૂકેલા વ્યક્તિએ જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે નિર્માતાઓએ ફિલ્મથી વિકાસ બહલને હટાવવાનો નિર્ણય લીધો હતો. તપાસ બાદ વિકાસને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પોસ્ટર પર તેમનું નામ નિર્દેશક તરીકે જોઈ શકાય છે.

આ પણ વાંચો : ઉકેલાય ગયો Laxmmi Bombનો વિવાદ, રાઘવ લૉરેન્સની વાપસી

તેમ છતાં, સુપર 30 દ્વારા હ્રિતિક લગભગ અઢી વર્ષ બાદ મોટી સ્ક્રીન પર દેખાશે. એમની પાછલી ફિલ્મ કાબિલ છે, જે જાન્યુઆરી 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ પર 100 કરોડથી વધારે કમાણી કરી હતી અને હિટરહી હતી. આ ફિલ્મ 5 જૂનના રોજ ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK