Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Super 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત

Super 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત

09 July, 2019 12:53 PM IST | મુંબઈ

Super 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત

Super 30: હવે Hrithik Roshan પણ બન્યા સિંગર, ગાયું આ ગીત


અમિતાભ બચ્ચન, સલમાન ખાન, સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂર સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ એવા છે, જે એક્ટિંગ કરવાની સાથે સાથે પોતાની ફિલ્મોમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં અભિનેતા હ્રિતિક રોશનનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. જી હાં, હ્રિતિક રોશને પણ હવે એક્ટિંગની સાથે સાથે સિંગિંગમાં હાથ અજમાવ્યો છે. હ્રિતિક રોશને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર Super 30નું નવું ગીત question mark શૅર કર્યું છે, જેમાં ફેન્સ માટે સરપ્રાઈઝ છે. આ ગીતની ખાસ વાત એ છે કે હ્રિતિક રોશને આ ગીતમાં અવાજ આપ્યો છે.

જી હાં, હ્રિતિક રોશનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ Super 30ની રિલીઝની રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની એક્ટિંગ જોવા માટે ફેન્સ તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે હવે ફિલ્મમાં તને હ્રિતિક રોશનના અવાજમાં એક ગીત પણ સાંભળવા મળશે.




હ્રિતિક રોશને સોશિયલ મીડિયા પર આ ગીતની ઝલક મૂકી છે, જેમાં ગીતમાં હ્રિતિક રોશનો અવાજ ઓળખી શકાય છે. ફેન્સને પણ હ્રિતિકે ગાયેલું આ સોંગ ખૂબ જ પસંદ આવ્યું છે. ગીતનું સંગીત જાણીતા સંગીતકાર અજય-અતુલે આપ્યું છે, તેમણે જ આ ગીત પ્રોડ્યુસ પણ કર્યું છે. તો ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. જેને હ્રિતિક રોશને એક રૅપ પાર્ટ અને કોર્ડ્સ સાથે ગાયું છે.

સોમવારે રિલીઝ થયેલી આ ગીતની ઝલકમાં હ્રિતિક રોશન રૅપ કરતા દેખાયા હતા, જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન અને વાસ્તવિક સ્થાન દ્વારા ગણિત શીખવી રહ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં હ્રિતિક રોશન Super 30ના વિદ્યાર્થીઓના ક્લાસમાં પોતાની બિહારી છબીથી દમદાર દેખાઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે હ્રિતિક રોશનનું ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન Super 30 વિદ્યાર્થીઓથી લઈને આનંદકુમાર સાતે પણ જબજર્સ બોન્ડિંગ છે. હ્રિતિક રોશનની ફિલ્મ Super 30 12 જુલાઈ, 2018ના રોજ રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 12:53 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK