Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપર 30 બાદ હ્રિતિક રોશનને કેમ આવી કહોના પ્યાર હૈ વાળી ફીલિંગ

સુપર 30 બાદ હ્રિતિક રોશનને કેમ આવી કહોના પ્યાર હૈ વાળી ફીલિંગ

22 July, 2019 04:34 PM IST | મુંબઈ

સુપર 30 બાદ હ્રિતિક રોશનને કેમ આવી કહોના પ્યાર હૈ વાળી ફીલિંગ

સુપર 30 બાદ હ્રિતિક રોશનને કેમ આવી કહોના પ્યાર હૈ વાળી ફીલિંગ


હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 હિટ થઈ છે. ફિલ્મને દર્શકોની સાથે સાથે ક્રિટીક્સે પણ વખાણી છે. ત્યારે હ્રિતિક રોશનને હાલ પોતાની પહેલી ફિલ્મ કહો ના પ્યા હૈની ફીલિંગ આવી રહી છે. જી હા, એક ઈન્ટરવ્યુમાં ખુદ હ્રિતિક રોશને આ અંગે ખુલાસો કર્યો છે.

ફિલ્મ સુપર 30માં હ્રિતિક રોશને એક સીધા સાદા ગરીબ વ્યક્તિની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનનો લૂક પણ બિલકુલ એવો જ છે. ફિલ્મને દર્શકો ખૂબ જવખાણી રહ્યા છે અને ફિલ્મ અત્યાર સુધીમાં 90 કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે. ફિલ્મને મળતી સફળતા વિશે જ્યારે હ્રિતિક રોશનને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યુંઆ સમયે તેમને બિલકુલ કહો ના પ્યાર હૈ જેવી ફીલિંગ આવી રહી છે. હ્રિતિકે કહ્યું કે હાલ મને એવું જ લાગી રહ્યું છે જેવું કહોના પ્યાર હૈ રિલીઝ થઈ ત્યારે લાગતું હતું.



ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે હ્રિતિક રોશનને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા અને હ્રિતિક રોશને તેના પછી એક બાદ એક સંખ્યાબંધ સફળ ફિલ્મો આપી હતી. ફિલ્મ સુપર 30 પણ 100 કરોડની નજીક પહોંચી ચૂકી છે. ફિલ્મ સુપર 30 બિહારના મેથેમેટિશિયન આનંદકુમારના જીવન પર આધારિત છે. આનંદકુમાર ગરીબ અને પ્રતિભાવાન વિદ્યાર્થીઓને ભણાવે છે અને તેમને IITની એ્ન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવા માં મદદ કરે છે. ફિલ્મમાં પણ આ જ સ્ટોરી બતાવવામાં આવી હતી. આ ફિલ્મને હ્રિતિક રોશને પોતાના કરિયરની સૌથી અઘરી ફિલ્મ ગણાવી છે.


આ પણ વાંચોઃ આ છે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો

ઉલ્લેખનીય છે કે ફિલ્મ સુપર 30ને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં છે.ૃ


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 04:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK