હ્રિતિક રોશને 'ઘુંઘરૂ' ગીત પર હૂક સ્ટેપ્સને લઈને કહી આ વાત, લોકોએ કર્યા વખાણ

મુંબઈ ડેસ્ક | Sep 15, 2019, 14:09 IST

ફિલ્મ વૉરમાં હ્રિતિક રોશન સિવાય ટાઇગર શ્રૉફ અને વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

હ્રિતિક રોશન
હ્રિતિક રોશન

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશનની ફિલ્મ વૉરનું ગીત 'ઘુંઘરૂ' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ગીત પર હ્રિતિક રોશને જબરજસ્ત ડાન્સ કર્યો છે. આ ગીતના હૂક સ્ટેપ્સ વિશે પૂછવા પર હ્રિતિક રોશને તેને સૌથી મુશ્કેલ સ્ટેપ્સ કહ્યા છે. આ વિશે જણાવતાં હ્રિતિક રોશને કહ્યું, "સૌથી સરળ કામ સૌથી મુશ્કેલ હોય છે કારણકે તેને કરવાનો પ્રયત્ન તમે કરતાં નથી. દરમિયાન આ સરળ ડાન્સ સ્ટેપ્સ કરવામાં સૌથી વધુ મુશ્કેલીઓ આવી અને મજા પડી."

ફિલ્મ વૉરમાં હ્રિતિક સિવાય ટાઇગર શ્રૉફ અને વાણી કપૂરની પણ લીડ રોલમાં છે. હ્રિતિક રોશન છેલ્લે ફિલ્મ 'સુપર 30'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પ્રૉફેસર આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. આનંદ કુમાર બિહારના ગણિતજ્ઞ છે.

જે ગરીબ પણ પ્રતિભાવાન વિદ્યાર્થીઓને આઇઆઇટી-જેઇઇની પરીક્ષા માટે તૈયાર છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી અને હ્રિતિકની આ ફિલ્મના દર્શકોએ પણ ખૂબ વખાણ કર્યા અને તેને ખૂબ પ્રેમ પણ આપ્યો. આ ફિલ્મ 12 જુલાઈના રિલીઝ થઈ હતી. હવે વૉર ફિલ્મ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં હ્રિતિક રોશને એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો તેણે ફિલ્મના નિર્માતા આ ફિલ્મમાં ટાઇગર શ્રૉફને પણ લેવા માટે નિવેદન કર્યો હતો. દરમિયાન ફિલ્મના નિર્માતા યશરાજ પ્રૉડક્શને ટાઇગર શ્રૉફને આ ભૂમિકા સંભળાવી હતી અને તેને પસંદ આવ્યા બાદ જ તેણે ફિલ્મમાં કામ કરવા માટે કહ્યું છે. ફિલ્મમાં હ્રિતિક અને વાણી કપૂરની કેમેસ્ટ્રી પણ જોવા લાયક હશે.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

બધાં આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફ બન્ને પણ એક્શન કરવામાં પારંગત માનવામાં આવે છે. હવે જોવાનું એ છે કે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK