હૃતિક રોશને ૬ મહિનામાં ૧૦ કિલો વજન ઘટાડ્યું

Published: 15th August, 2012 07:14 IST

ભલે માન્યામાં ન આવે, પણ ‘અગ્નિપથ’માં એકદમ મસ્ક્યુલર બૉડી સાથે દેખાયેલા હૃતિક રોશનનું આ ફિલ્મનું શૂટિંગ પત્યું ત્યારે તેનું શરીર આઉટ ઑફ શેપ થઈ ગયેલું.

 

hrithik-roshan-weightતેની હાલત એટલી ખરાબ હતી કે એ પછી ‘ક્રિશ ૩’નું શૂટિંગ કદાચ પાછું ઠેલવું પડશે એવું લાગેલું. તેને ડબલ સ્લિપ્ડ ડિસ્ક એટલે કે કમરના બે મણકામાં તકલીફ હતી એ જોઈને પપ્પા રાકેશ રોશન પણ ‘ક્રિશ ૩’ બનાવવાનો વિચાર પડતો મૂકવાની તૈયારીમાં હતા, કેમ કે એ ફિલ્મમાં પણ સારુંએવું ફિઝિકલ વર્ક જરૂરી હતું.

 

 

જોકે હૃતિક જેનું નામ. તે હાર માન્યો નહીં ને ફરીથી હેલ્થ અપટુડેટ કરવાનું તેણે નક્કી કરી લીધું. ડૉક્ટરોના કહેવા મુજબ જે અશક્ય લાગતું હતું એ કરવા માટે તેણે કમર કસી. બ્રિટનના વેલ્સથી ખાસ ટ્રેઇનર્સ બોલાવીને વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. ‘અગ્નિપથ’ પછી છ મહિનામાં દસ કિલો વજન પણ ઘટાડ્યું અને હવે તે ફરીથી પહેલાં જેવો સાજોમાજો થઈ ગયો એટલું જ નહીં, તેણે ‘ક્રિશ ૩’નું ૮૫ દિવસનું ઍક્શનથી ભરપૂર શૂટિંગ-શેડ્યુલ પણ પૂરું કરી દીધું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK