હ્રિતિકની ફિલ્મ 'Super 30’ની થઈ શકે છે આ એક્ટર સાથે ટક્કર

Published: May 27, 2019, 17:07 IST | મુંબઈ

હ્રિતિક રોશનની ખૂબ અપેક્ષિત અને વિવાદમાં રહેલી ફિલ્મ 'Super 30’ હવે સિદ્ધાંત મલ્હોત્રાની ફિલ્મ 'Jabariya Jodi' સાથે બૉક્સ ઑફિસ પર ટકરાશે.

હ્રિતિક રોશન
હ્રિતિક રોશન

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશનની ખૂબ અપેક્ષિત અને વિવાદમાં રહેલી ફિલ્મ 'Super 30’ હવે 12 જૂલાઈએ રિલીઝ થવાની છે. મહત્વનું એ છે કે હવે આ ફિલ્મ સિદ્ધાંત મલ્હોત્રાની ફિલ્મ 'Jabariya Jodi' સાથે બૉક્સ ઑફિસ પર ટકરાશે. પહેલા ફિલ્મ 'Super 30’ 26 જૂલાઈએ રિલીઝ થવાની હતી પરંતુ હવે કંગના રાનોટની ફિલ્મ ‘Mental Hai Kya’ને નિર્માતાઓએ એ જ દિવસે ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જેના ચાલતા ફિલ્મ Super 30ના નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝને ટાળી દીધી હતી પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ વાતમની જાણકારી આવી છે કે હવે આ ફિલ્મ 12 જૂલાઈએ રિલીઝ થશે.

 

આ વિશે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ટ્વિટ કર્યું છે, 'હમ પહેલે આ રહે હૈ.' ‘Super 30’ 12 જૂલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન સિવાય મૃણાલ ઠાકુરની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મ ગણિતશાસ્ત્રી આનંદ કુમારના જીવન પર આધારિત છે. જે ‘Super 30’ નામનો કાર્યક્રમ ચલાવે છે. જ્યાં ગરીબ અને લડાકુ બાળકોને આઈઆઈટી પરીક્ષા સફળ નંબરો દ્વારા પસાર કરવાનું શીખવવામાં આવે છે. નોંધનીય છે કે કંગના રાનોટ પર એ દરમિયાન આરોપ લાગ્યો હતો કે એમણે જાણી-જોઈને એની ફિલ્મની ડેટ હ્રિતિક રોશનની ફિલ્મ સાથે રાખી છે.

આ પણ વાંચો : થઈ જાઓ તૈયાર, આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર

બાદ કંગના રાનોટનીબહેન રંગોલી ચંદેલે હ્રિતિક રોશન સાથે અભ્રદ ભાષાનો પ્રયોગ કરતા ટિપ્પણી પણ કરી હતી. બાદ ફિલ્મ નિર્માતા એકતા કપૂરે આ વાતની સ્પષ્ટતા આપવી પડી કે કંગના રાનોટના નહીં પરંતુ એની માર્કેટિંગના ટીમના કહેવા પર આ ફિલ્મને રિલીઝ કરવા માટે 26 જૂલાઈનો સમય પંસદ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK