હૃતિક અને નર્ગિસ ડિનર ડેટ પર?

Published: 10th October, 2014 05:47 IST

વાત સાંભટ્યાળીને વિશ્વાસ નથી આવતો પણ હા, શનિવારે સાંજે મુંબઈના ઇલિપ્સિસ રેસ્ટોરાં-પબમાં હૃતિક રોશન અને નર્ગિસ ફખરી ડિનર માટે સાથે જોવા મળ્યાં હતાં.


જોકે તેમની સાથે હૃતિકનો ખાસ ફ્રેન્ડ અને નર્ગિસનો એક જમાનાનો બૉયફ્રેન્ડ ઉદય ચોપડા પણ જોવા મળ્યો હતો. તેઓ એટલાં કમ્ફર્ટેબલ લાગી રહ્યાં હતાં જાણે રિયલ લાઇફ કપલ હોય. વળી ઉદય અને નર્ગિસ વચ્ચે જેટલો સ્પર્શસંબંધ નથી એથી વધુ તો હૃતિક અને નર્ગિસ વચ્ચે એ સંબંધ દેખાઈ રહ્યો હતો. વાત માત્ર એ છે કે નર્ગિસના જીવનમાં હૃતિક નવા મિત્ર તરીકે આવ્યો છે. જોકે આ બન્નેને જોઈને એમ અંદાજો લગાડી શકાય છે કે આ બન્ને ઍક્ટરો નજીકના સમયમાં કોઈક ફિલ્મમાં સાથે દેખાવાના હશે. નર્ગિસ તો હૃતિકની કંપની મેળવીને જાણે ખીલી ઊઠી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK