Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં હૃતિક રોશને કઈ વેબ-સિરીઝ બિન્જ-વૉચ કરી?

લૉકડાઉનમાં હૃતિક રોશને કઈ વેબ-સિરીઝ બિન્જ-વૉચ કરી?

31 March, 2020 06:24 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનમાં હૃતિક રોશને કઈ વેબ-સિરીઝ બિન્જ-વૉચ કરી?

હૃતિક રોશન

હૃતિક રોશન


કોરોના વાઇરસની મહામારીને લીધે ‘લૉકડાઉન પિરિયડ’માં બૉલીવુડ કલાકારો શું કરી રહ્યા છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ વર્કઆઉટથી માંડીને ઘરકામ તેમ જ રીડિંગ અને બિન્જ-વૉચિંગ પણ કરી રહ્યા છે. અભિનેતા હૃતિક રોશને પણ તાજેતરમાં ટ્વીટ કરીને પોતે કઈ વેબ-સિરીઝ જોઈ રહ્યો છે એ વિશે ચાહકોને જણાવ્યું છે.. નીરજ પાંડે નિર્દેશિત હૉટસ્ટારની થ્રિલર વેબ-સિરીઝ ‘સ્પેશ્યલ ઑપ્સ’ને ચારેકોર પ્રશંસા મળી રહી છે ત્યારે હૃતિક રોશન પણ એનાં વખાણ કરતાં થાકતો નથી.

હૃતિકે વિડિયો પોસ્ટ કરીને આ વેબ-શોના મેકર્સ, ઍક્ટર્સ, સ્ક્રીનપ્લે, શૂટિંગ લોકેશન તેમ જ ડાયલૉગ્સનાં વખાણ કર્યાં છે અને લોકોને પણ આ વેબ-સિરીઝ જોવાનું સૂચવ્યું છે. રસપ્રદ વાત એ છે કે હૃતિકને આ વેબ-સિરીઝ જોવાનું સૂચન તેના પપ્પા રાકેશ રોશને કર્યું હતું.



‘સ્પેશ્યલ ઑપ્સ’ના ડિરેક્ટર નીરજ પાંડે ‘અ વેન્સ્ડે’ અને ‘સ્પેશ્યલ ૨૬’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. સ્પાય-થ્રિલર જોનર પર તેમની હથોટી છે. ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કેકે મેનન, કરણ ટેકર, વિનય પાઠક, મહેર વીજ, પરમિત સેઠી, સના ખાન, દિવ્યા દત્તા, શરદ કેળકર સહિતના કલાકારો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 06:24 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK