Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રિતિક રોશનની હવે વંડર વુમન સાથેની ચૅટ વાયરલ, નેટિઝન્સે કહ્યું આ...

હ્રિતિક રોશનની હવે વંડર વુમન સાથેની ચૅટ વાયરલ, નેટિઝન્સે કહ્યું આ...

25 December, 2020 09:12 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

હ્રિતિક રોશનની હવે વંડર વુમન સાથેની ચૅટ વાયરલ, નેટિઝન્સે કહ્યું આ...

તસવીર સૌજન્ય જાગરણ

તસવીર સૌજન્ય જાગરણ


સુપરસ્ટાર હ્રિતિક રોશન પડદા પર પોતાના સુપરહીરો ક્રિશ માટે સૌથી વધારે લોકપ્રિય છે પણ રીયલ લાઇફમાં આ અભિનેતા અન્ય જ કોઇક સુપરહીરોથી ઇમ્પ્રેસ છે. હકીકતે, તાજેતરમાં જ હ્રિતિક રોશન પોતાના આખા પરિવાર સાથે ફિલ્મ વંડર વુમન જોવા થિએટર ગયો હતો. તેમની આ દરમિયાનની તસવીરો પણ સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ. ફિલ્મ જોયા પછી હ્રિતિક રોશને વંડર વુમનનું પાત્ર ભજવનારી અભિનેત્રી ગેલ ગેડોટ સાથે ટ્વિટર પર વાતચીત કરી. તેમની આ ચેટ ચર્ચામાં છવાયેલી છે.




વંડર વુમન તરીકે ગેલ ગેડોટના કામના વખાણ કરતા હ્રિતિકે ટ્વીટ કર્યું, "અત્યારે વંડર વુમન જોઇ. શાનદાર અનુભવ રહ્યો. મારા બાળપણનો ક્રશ (WW) અને મારો પહેલો પ્રેમ (ફિલ્મો)ને બિગ સિનેમા આઇમેક્સ સાથે અનુભવ કર્યો. આનાથી બહેતર કંઇ ન થઈ શકે. ધન્યવાદ."


હોલીવુડ સ્ટાર ગેલ પણ હ્રિતિકનું ટ્વીટ જોઇને તે રિપ્લાય આપ્યા વગર રહી શકી નહીં અને તેણે રિપ્લાય કર્યો. "ખૂબ જ ખુશી છે કે તમે ફિલ્મનો આનંદ માણ્યો હ્રિતિક તમને અને તમારા સ્વજનો માટે આનંદીત રજાઓની કામના." જણાવવાનું કે હ્રિતિક અને ગેલની આ ટ્વિટર ચેટ પર અનેક ફૅન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કોઇ હ્રિતિક અને ગેલને એકસાથે ફિલ્મમાં જોવા માગે છે તો કોઇક બન્ને સિતારાની વાતચીતથી ઇમ્પ્રેસ દેખાયો.

એક યૂઝરે લખ્યું, "આ ગૉર્જિયસ. ભારતીય સુપરહિરો ક્રિશ માટે એક હોલીવુડ સુપરહીરોઇન દ્વારા આ એક કમાલ જેસ્ચર છે. શું અમે આ ઝોડીને એક જ સ્ક્રીન પર જોવાની આશા રાખી શકીએ છીએ?" અન્ય એક યૂઝરે લખ્યું, "મને ડીસી-ક્રિશ ક્રૉસઓવરની સુગંધ આવે છે." હ્રિતિકના એક અન્ય ફેને ટ્વિટર પર લખ્યું, "એક સુપરહીરો પાસેથી બીજા સુપરહીરોને. વંડરવુમનથી ક્રિશ." આ રીતે તમામ ફૅન્સે હ્રિતિક અને ગેલની આ ટ્વિટર ચેટના વખાણ કર્યા છે.

એકે લખ્યું, "ઓહ માય ગૉડ. હ્રિતિક અને ગેલ વાતો કરી રહ્યા છે. થોભો થોભો થોભો." એક યૂઝરે લખ્યું, "સહેજ કલ્પના કરો ગેલ ગેડોટ અને હ્રિતિક રોશન એક જ ફિલ્મમાં છે. હૉલીવુડ અને બોલીવુડ ફિલ્મ. શું જબરજસ્ત જોડી હશે." આ પ્રકારના અનેક ટ્વીટ્સ ફેન્સે કર્યા છે જેમાંથી કેટલાક અહીં શૅર કરવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 09:12 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK