હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફમી ફિલ્મ વૉરે રવિવાર તબલાતોડ કમાણી કરી છે. શનિવારની તુલનામાં ફિલ્મના કલેક્શન્સમાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે થયેલી કમાણી સૌથી વધુ કમાણી છે. તેની સાથે ઓપનિંગ વીકએન્ડમાં વૉરનું નેટ બૉક્સ ઑફિસ કલેક્શન 165 કરોડ પહોંચી ગઈ છે.
રવિવારે વૉરની રિલીઝનો પાંચમો દિવસ હતો. ટ્રેડ જાણકારોનો અનુમાન છે કે વૉરે રવિવારની રજામાં બધી ભાષાઓ મળીને 36 કરોડનું કલેક્શન કર્યું છે. રવિવારે થનારી કમાણી હાઈએસ્ટ કમાણી છે. એટલે કે 5 દિવસ બાદના લોન્ગ ઓપનિંગ વીકએન્ડમાં વૉરનું નેટ કલેક્શન લગભગ 165 કરોડ થઈ ગયું છે. શનિવાર સુધી ફિલ્મે 128.85 કરોડનું કલેક્શન બધી ભાષાઓમાં કરી લીધું હતું.
જો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના ટૉપ 5 ઓપનિંગ વીકએન્ડ જોઇએ તો વૉર સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. આ લિસ્ટમાં વૉરે સલમાન ખાનની ભારતને પણ પાછળ છોડી દીધી છે.
1. વૉર -165 કરોડ (5 દિવસોનું ઓપનિંગ વીકએન્ડ)
2. ભારત - 150.10 કરોડ (5 દિવસનું ઓપનિંગ વીકએન્ડ)
3. મિશન મંગલ - 97.56 કરોડ (4 દિવસોનું ઓપનિંગ વીકએન્ડ)
4. કેસરી - 78.07 કરોડ (3 દિવસનું ઓપનિંગ વીકએન્ડ)
5. ગલી બૉય - 72.45 કરોડ (4 દિવસનું ઓપનિંગ વીકએન્ડ)
વૉરની આ સ્પીડ જોઈને માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 200 કરોડની રકમ ભેગી કરી લેશે, જે લગભગ 35 કરોડ જ દૂર છે. સોમવારથી ગુરુવાર સુધી ચાર દિવસમાં આ રકમ ભેગી કરી લેવાની પૂરેપુરી શક્યતા છે. વૉર વર્ષ 2019ની 14મી ફિલ્મ છે, જે 100 કરોડમાં પહોંચી છે અને 200 કરોડમાં પહોંચનારી ચોથી ફિલ્મ બનશે.
આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...
2 ઑક્ટોબર ગાંધી જયંતીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ વૉરને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. રિલીધ પહેલા જ ફિલ્મને લઈને જબરજસ્ત હાઇપ હતી. હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફની જોડીનું પહેલીવાર સાથે આવવું અને ટ્રેલરમાં બન્ને કલાકારોની જબરજસ્ત લડાઇ ફિલ્મના પક્ષમાં ગઈ અને રિલીઝ થતાં જ દર્શકો સિનેમાઘરોમાં જાણે તૂટી પડ્યા. ગાંધી જયંતીની રજાએ ઉત્પ્રેરકનું કામ કર્યું અને વૉરે પહેલા જ દિવસે 53.35 કરોડની રેકૉર્ડતોડ કમાણી કરી લીધી. ફિલ્મે રિલીઝના 3 દિવસોમાં જ 100 કરોડનું કલેક્શન કરી લીધું હતું.
દીપિકા પાદુકોણે વૉર જોઇને હ્રિતિકની તુલના કરી 'Death By Chocolate' સાથે
Dec 01, 2019, 20:08 ISTદિશા પટણીના બ્લેક બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
Nov 29, 2019, 12:33 ISTઆઠ બૅડરૂમનાં આલિશાન એપાર્ટમેન્ટમાં એપ્રિલમાં શિફ્ટ થશે ટાઇગર શ્રોફ
Nov 29, 2019, 10:26 ISTબાગી 3ના શૂટ દરમિયાન ટાઇગર શ્રૉફને થઈ ઈજા, શૅર કરી આ તસવીર....
Nov 26, 2019, 15:41 IST