Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકોને કોરોનાની ટેસ્ટ કરવાની અપીલ કરી હૃતિક રોશન અને સૈફ અલી ખાને

લોકોને કોરોનાની ટેસ્ટ કરવાની અપીલ કરી હૃતિક રોશન અને સૈફ અલી ખાને

08 May, 2020 08:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોને કોરોનાની ટેસ્ટ કરવાની અપીલ કરી હૃતિક રોશન અને સૈફ અલી ખાને

લોકોને કોરોનાની ટેસ્ટ કરવાની અપીલ કરી હૃતિક રોશન અને સૈફ અલી ખાને


હૃતિક રોશન અને સૈફ અલી ખાને લોકોને સ્વેચ્છાએ આગળ આવીને કોરોનાની ટેસ્ટ કરવાની વિનંતી કરી છે. એ વિશે હૃતિકે કહ્યું હતું કે ‘કોઈ પણ લડાઈને જીતવા માટે પોતાના દુશ્મનને જાણવો જરૂરી છે. કોરોનાની આ મહામારીને હરાવવા માટે તો એક જવાબદાર ભારતીય બનીને એની ટેસ્ટ કરવી ખૂબ જરૂરી છે. ચાલો આ મૂવમેન્ટમાં સહભાગી થાઓ અને આપણા ફ્રન્ટલાઇન વર્કર્સને સપોર્ટ કરતાં સામે ચાલીને ટેસ્ટ કરાવો.’

તો બીજી તરફ આ બીમારી સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવાનું જણાવતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘આપણે હાલમાં ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે પહેલાં કરતાં વધુ એકબીજા પર નિર્ભર છીએ. આપણે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ અને એની સાથે જોડાયેલી ખોટી ધારણાને દૂર કરવી જોઈએ. આ આપણી નૈતિક જવાબદારી છે કે આપણે ટેસ્ટ કરાવીએ. હું દરેક ભારતીયને વિનંતી કરું છું કે તેઓ કોરોના પ્રતિ સજાગતા ફેલાવે. સાથે જ જો એવાં લક્ષણ પણ દેખાય તો તરત ચેકઅપ કરવામાં આવે. ટેસ્ટ કરાવીને તમે પોતાને, તમારી ફૅમિલીને અને સૌને સુરક્ષિત રાખી શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 08:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK