Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીવનમાં ખુશ રહેવાની સલાહ આપી હૃતિક રોશને

જીવનમાં ખુશ રહેવાની સલાહ આપી હૃતિક રોશને

12 June, 2019 11:29 AM IST |

જીવનમાં ખુશ રહેવાની સલાહ આપી હૃતિક રોશને

હૃતિક રોશને આપી ખુશ રહેવાની સલાહ

હૃતિક રોશને આપી ખુશ રહેવાની સલાહ


હૃતિક રોશને લોકોને સલાહ આપતાં કહ્યું છે કે જીવનમાં ખુશ રહેવું જોઈએ. હૃતિક તેની ‘સુપર 30’ને પ્રમોટ કરી રહ્યો છે. તે બિહારના મૅથેમૅટિશ્યન આનંદના જીવનને અને તેમના સંઘર્ષને પડદા પર સાકાર કરવાનો છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા ફોટો તે સોશ્યલ મીડિયામાં શૅર કરી રહ્યો છે.

ફિલ્મની ટીમ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને હૃતિક રોશને ટ્વીટ કર્યું હતું, ‘મૅથેમૅટિક્સ અને જીવનમાં શું ફરક છે? કોઈ ફરક નથી. બન્ને પ્રૉબ્લેમ્સથી ભરેલાં છે. એથી થોડું હસો. મનમાં ફૉર્મ્યુલા બનાવો અને દરેક સમસ્યાનું સમાધાન મેળવો. સમસ્યા અને સમાધાન વચ્ચે જ આનંદ સમાયેલો છે.’



હૃતિક રોશને જણાવ્યું હતું કે હું શેફાલી શાહના કામનો ફૅન છે. શેફાલીએ વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’માં કામ કર્યું હતું. હૃતિકની ‘સુપર 30’નું ટ્રેલર તાજેતરમાં  રિલીઝ કરવામાં આવ્યું હતું. એને જોઈને ટ્‍‍વિટર પર શેફાલીએ ટ્વીટ કર્યું હતું, ‘અદ્ભુત ટ્રેલર છે. હૃતિક તારું કામ ખૂબ ગમે છે. ફિલ્મને જોવા માટે હું આતુર છું. ભરપૂર પ્રેમ.’


આ પણ વાંચો: તૈમુરને સૂતેલો જોઈને ઉદાસ થઈ જાય છે સૈફ અલી ખાન

શેફાલીની આ ટ્વીટનો રિપ્લાય આપતાં હૃતિક રોશને ટ્વીટ કર્યું હતું, ‘શેફાલી તારા કામનો ફૅન છું. ‘દિલ્હી ક્રાઇમ’માં તારા અવર્ણનીય કામને લઈને અભિનંદન. અમારી ફિલ્મની પ્રશંસા કરવા બદલ થૅન્ક યુ. હું પણ આશા રાખું છું કે તું આ ફિલ્મ જુએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 11:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK