હૃતિક ઈજાગ્રસ્ત : ૩ અઠવાડિયાં માટે આઉટ ઑફ ઍક્શન

Published: Oct 24, 2014, 05:14 IST

ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં જ હૃતિકની ‘બૅન્ગ બૅન્ગ’એ રિલીઝ થતાં ધૂમ મચાવી દીધી હતી.

આ ફિલ્મના શૂટિંગ સમયે તે ઘણી વાર ઘાયલ થયો હોવાના પણ સમાચાર આવ્યા હતા અને હવે તે પાછો પોતાના ઘરે એક્સરસાઇઝ કરવાના સમયે ઈજાગ્રસ્ત થયો હોવાની ખબર મળી છે. મંગળવારે આશુતોષ ગોવારીકરની આગામી ફિલ્મ ‘મોહેંજો દરો’માં પોતાના પાત્રની જરૂરિયાત પ્રમાણે હૃતિક પોતાના ઘરમાં બનાવડાવેલા જિમમાં વ્યાયામ કરી રહ્યો હતો એ સમયે હાથમાં દુખાવો ઊપડ્યો હતો. હૃતિકનું આ દર્દ એટલું અસહ્ય હતું કે ડૉક્ટરને બોલાવવા પડ્યા હતા જેમણે તેને તેના ખભાને ત્રણ અઠવાડિયાં આરામ આપવા માટે કહ્યું હતું. જોકે આ દર્દને કારણે હૃતિકનો દિવાળીનો પ્લાન જરાય નથી બગડ્યો; ઊલટાનું તેણે તો નર્ગિસ ફખરી, સોનાક્ષી સિંહા અને અજુર્ન કપૂર સાથે મળીને પાર્ટી કરી હતી જેનો ફોટો તેણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અપલોડ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK