જાણો કેવી હશે સલમાન ખાનના શૉ બિગબૉસ 14ની ટૅગલાઇન?

Published: 24th July, 2020 14:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

બિગ બૉસ સીઝન 14 લૉકડાઉનથી પ્રેરિત હશે, કોરોના સંક્રમણને કારણે શૉમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવશે. અમુક ફેરફાર એવા હશે જે શૉના ઇતિહાસમાં પહેલી વાર હશે.

સલમાન ખાન(ફાઇલ ફોટો)
સલમાન ખાન(ફાઇલ ફોટો)

કલર્સ(Colors) ચેનલના સૌથી લોકપ્રિય શૉ બિગ બૉસ 14(Bigg Boss 14) વિશે દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ અપડેટમાં કૉમ્પિટિટર્સના નામ અને શૉની થીમ(Theme) તેમજ કૉન્સેપ્ટ (Concept) સંબંધી માહિતી સામેલ છે. હવે બિગ બૉસ 14 સાથે જોડાયેલી વધુ એક અપડેટ સામે આવી છે અને આ ટૅગલાઇન(Tag line) વિશે છે.

દર વર્ષે બિગ બૉસની ટૅગલાઇન બદલાતી રહે છે. શૉની ટૅગલાઇન શૉના કૉન્સેપ્ટ વિશે ઘણું બધું કહે છે. ગયા વર્ષે બિગ બૉસ 13 અદ્ભૂત રહ્યું, જેની ટૅગ લાઇન 'બિગ બૉસ 13 - ટેઢા હૈ'એ ખૂબ જ ચર્ચિત થઈ હતી. એવું કહેવામાં આવે છે કે સીઝન 14 રૉકિંગ થવા જઈ રહી છે. આ વર્ષે શૉની ટૅગલાઇન બિગ બૉસ 14માં ઘણી ધૂમ મચાવશે. સીઝન 14 લૉકડાઉનથી પ્રેરિત હશે, કોરોના સંક્રમણને કારણે શૉમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવશે. કેટલાક ફેરફાર એવા પણ હશે જે ઇતિહાસમાં પહેલી વાર હશે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે લૉકડાઉનનો ઉલ્લેખ બિગ બૉસ 14ની ટૅગલાઇનમાં કરવામાં આવી શકે છે. શૉ વિશે બિગ બૉસ સીઝનની ટૅગ લાઇન 'બિગ બૉસ 14: લૉકડાઉન એડિશન'ની ચર્ચાઓ સામે આવી હતી. શૉ વિશે હજી કોઇપણ અધિકારિક માહિતી શૅર કરવામાં આવી નથી.

આ પણ વાંચો : Bigg Boss 14 vs Nach Baliye: કોણ મારશે બાજી, એક જ સમયે થશે ટેલિકાસ્ટ

આ વર્ષે સ્વચ્છતા શૉમાં મુખ્ય કેન્દ્ર હશે. આ કારણસર પ્રતિયોગીઓને શૉમાંથી બહાર પણ થવું પડી શકે છે. અભિનેતા સલમાન ખાનના શૉમાં કોઇપણ એવા વ્યક્તિને નહીં લાવવામાં આવે, જેની આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટરી રહી હોય. બિગ બૉસના ઘરમાં પ્રતિયોગીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેટલાક નિયમો બનાવવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK