અમ્મા કે બાબુ કી બેબીમાં માધુરીને કેવી રીતે એન્ટર કરવામાં આવી?

Published: 9th February, 2021 12:43 IST | Rashmin Shah | Rajkot

જવાબ છે, ઍક્ટ્રેસના આઇકૉનિક સૉન્ગ થકી

અમ્મા કે બાબુ કી બેબીમાં માધુરીને કેવી રીતે એન્ટર કરવામાં આવી?
અમ્મા કે બાબુ કી બેબીમાં માધુરીને કેવી રીતે એન્ટર કરવામાં આવી?

માધુરી દીક્ષિત-નેનેની સુપરહિટ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ તમને યાદ છેને? એનું આઇકૉનિક સૉન્ગ કોઈ લડકી હૈ... પણ યાદ છેને?
આ જ ગીતને સ્ટાર પ્લસના નવા શો ‘અમ્મા કે બાબુ કી બેબી’માં સાવ જ નવી રીતે રીક્રીએટ કરવામાં આવ્યું અને માધુરી દીક્ષિત બનવાનું સદ્ભાગ્ય શોની લીડ સ્ટાર ગૌરી અગ્રવાલને મળ્યું. ગૌરી કહે છે, ‘મને જ્યારે કહેવામાં આવ્યું કે એક સિચુએશન છે જેમાં વરસાદમાં તારે નાનાં બાળકો સાથે ડાન્સ કરવાનો છે, બૅકગ્રાઉન્ડમાં સૉન્ગ વાગતું હશે. સિચુએશન સાંભળીને મને તરત જ ‘દિલ તો પાગલ હૈ’ની આ સિચુએશન યાદ આવી ગઈ. મેં વાત કરી ત્યારે મને પણ એ જ કહેવામાં આવ્યું કે આપણે આ સીન દ્વારા માધુરી દીક્ષિતને શોમાં એન્ટર કરીએ છીએ.’
પછી તો શું કહેવાનું હોય, ગૌરીએ બાર દિવસ સુધી સૉન્ગની તૈયારી કરી અને કડકડતી ઠંડીમાં પણ પાણી અને વરસાદ વચ્ચે ત્રણ દિવસ શૂટ કર્યું. ગૌરી કહે છે, ‘મને ઠંડી પણ નહોતી લાગતી. મને બસ એક જ મનમાં હતું કે હું માધુરી મૅમના આ સુપરહિટ સૉન્ગને રીક્રીએટ કરું છું અને આવી તક લાઇફમાં એકાદ વાર માંડ મળતી હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK