Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જાસ્મિન અને મીરાએ કેવી રીતે સેલિબ્રેટ કર્યું ન્યુ યર?

જાસ્મિન અને મીરાએ કેવી રીતે સેલિબ્રેટ કર્યું ન્યુ યર?

02 January, 2020 01:19 PM IST | Mumbai

જાસ્મિન અને મીરાએ કેવી રીતે સેલિબ્રેટ કર્યું ન્યુ યર?

જાસ્મિન ભસિન અને મીરા દેવસ્થલ

જાસ્મિન ભસિન અને મીરા દેવસ્થલ


જાસ્મિન ભસિન અને મીરા દેવસ્થલે બન્નેએ તેમનું કમિટમેન્ટ પૂરું કર્યાં બાદ ન્યુ યરને સેલિબ્રેટ કર્યું હતું. જાસ્મિન હાલમાં ‘નાગિન’માં કામ કરી રહી છે. તે ન્યુ યર ઇવના દિવસે પણ કામ કરી રહી હતી. ન્યુ યર પ્લાન વિશે પૂછતાં જાસ્મિને કહ્યું હતું કે ‘આ વર્ષે મારો ન્યુ યરનો કોઈ મોટો પ્લાન નથી, કારણ કે હું ‘નાગિન’નું શૂટિંગ કરી રહી છું. જોકે પૅકઅપ બાદ હું મારા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે ડિનર પર ગઈ હતી. મારું માનવું છે કે ભૂતકાળ કરતાં ભવિષ્ય સારું હોય છે અને એથી જ હું મારા ફૅન્સને પણ એ જ વિશે કહીશ.’

આ પણ વાંચો : 2020માં કૉમેડી પાત્રો ભજવવા છે જેનિફરને



જાસ્મિનની ક્લોઝ ફ્રેન્ડ મીરા છે. ન્યુ યર પ્લાન વિશે પૂછવામાં આવતાં મીરાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ઉત્સાહથી કોઈ પણ સેલિબ્રેશન કરવામાં માનું છું. ન્યુ યર દરમ્યાન હંમેશાં સંકલ્પ વિશે વાતો કરવામાં આવે છે, પરંતુ મારું માનવું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના ગોલને પૂરા કરવા માટે રાહ ન જોવી જોઈએ. ન્યુ યર દરમ્યાન મારું સૌથી ફૅવરિટ હોય તો એ છે ફૂડ. મારી મમ્મી જે કેક બનાવે છે એ મને ખૂબ જ પસંદ છે. દર વર્ષે હું ૩૧ ડિસેમ્બરે એક ડાયરી ખરીદું છું જેથી આખા વર્ષમાં મને કયા નવા-નવા અનુભવ થાય એ હું લખી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 01:19 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK