સેલિબ્રિટીઓની ગ્લૅમરસ પત્નીઓની લાઇફસ્ટાઇલ કેવી હોય છે?

Published: 19th November, 2020 21:59 IST | Nirali Dave | Ahemadabad

એ દર્શાવશે નેટફ્લિક્સનો ‘ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ નામનો શો: સીમા સોહેલ ખાન, મહિપ સંજય કપૂર, નીલમ (સમીર સોની) કોઠારી અને ભાવના ચન્કી પાન્ડેની ગ્લૅમરસ દુનિયા જોવા મળશે

 ‘ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’
‘ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’

સામાન્ય રીતે લોકોને સેલિબ્રિટીઝ ઉપરાંત તેમનો પરિવાર કેવી લક્ઝુરિઅસ લાઇફ જીવતા હોય છે એ વિશે ઉત્સુકતા રહેતી હોય છે. જેમને ફેમસ સેલિબ્રિટીઝની ગ્લૅમરસ પત્નીઓની લાઇફસ્ટાઇલમાં ડોકિયું કરવાની ઇચ્છા હોય તેમના માટે નેટફ્લિક્સ ‘ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ નામનો શો લઈને આવ્યું છે.

૨૭ નવેમ્બરે રિલીઝ થનારા આ શોનું ટ્રેલર તાજેતરમાં જ આવ્યું છે. આ શોમાં સીમા ખાન (સોહેલ ખાનની પત્ની), મહિપ કપૂર (સંજય કપૂરની પત્ની), નીલમ કોઠારી (સમીર સોનીની પત્ની) અને ભાવના પાન્ડે (ચન્કી પાન્ડેની પત્ની)

પોતાની ગ્લૅમરસ લાઇફ પાછળ રહેલી સામાન્ય જિંદગીની વાત કરશે. તેઓ રોલ્સ રૉયસમાં શૉપિંગ કરે છે, કિમ કાર્ડાશિયનને મેસેજ કરે છે, પોતાના પાડોશીઓ પર નજર રાખે છે, તેમને ઑફર થતી ફિલ્મોની સ્ક્રિપ્ટ પર હસે છે અને ડાઇનિંગ ટેબલ પર ઝઘડે પણ છે. આ ચારેય સ્ટાર પત્નીઓ શોમાં ડ્રામા, ગૉસિપ અને બૉલીવુડ સ્ટાર્સ વિશે ગપશપ કરતી જોવા મળશે. તેઓ કહે છે કે ‘લોકોમાં એવી ગેરસમજ છે કે અમારી લાઇફ બહુ ગ્લૅમરસ હોય છે, પણ એ સાચું નથી. અમારી જિંદગી પણ ઘરેડ હોઈ શકે છે.’

શોમાં સ્ટાર કપલ શાહરુખ ખાન અને ગૌરી ખાનનો કૅમિયો પણ જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK