Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Housefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર

Housefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર

27 September, 2019 02:48 PM IST | મુંબઈ

Housefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર

Housefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર


અક્ષયકુમાર અને રિતેશ દેશમુખની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 4'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. 3 મિનિટ 36 સેકન્ડનું આ ટ્રેલર તમારા મગજને ચકરાવે ચડાવી દેશે, જો કે ટ્રેલર તમને ખડખડાટ હસાવશે પણ ખરું. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા સમયે દર્શાવાયું હતું કે આ ફિલ્મની સ્ટોરી 600 વર્ષ પહેલાની અને આજની એટલે કે 2019ની હશે.

ટ્રેલરમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ સહિત કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેનો પુનર્જન્મ દર્શાવાયો છે.




અક્ષયકુમારની આફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, રાણા દગ્ગુબાટી, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે સહિતના સ્ટાર છે. તો નવાઝુદ્દિન સિદ્દિકી સ્પેશિયલ અપિરિયન્સમાં દેખાશે. દરેક વખતે હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીમાં નવી સ્ટોરી હોય છે. આ વખતે ફિલ્મમાં પૂર્વ જન્મની વાત છે. ચંકી પાંડે પણ આ સિરીઝથી કોમેડીમાં કમબેક કરી રહ્યા છે.

ટ્રેલરની વાત કરીએ તો મસ્તી, મજાક અને કન્ફ્યૂઝનનો ધોધ છે. અક્ષયકુમાર લંડનમાં રહેતો વ્યક્તિ છે, જે 600 વર્ષ પહેલા રાજકુમાર હતો. તેન પોતાના પાછલા જન્મ વિશે બધું જ યાદ આવી જાય છે અને પછી તે મિત્રો સાથે મળીને પુનર્જન્મની વાત ઉકેલે છે, અને પોતાના પ્રેમિકાને મળવાની કોશિશ કરે છે.


કેવું છે ટ્રેલર ?

હાઉસફૂલ 4નું ટ્રેલર મજેદાર છે. આ ટ્રેલરમાં ઢગલાબંધ જોક છે. તમે અક્ષયકુમાર અને રિતેશ દેશમુખના કોમિક ટાઈમિંગથી ખુશ થઈ જશો. આ ઉપરાંત કૃતિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડે પણ ફક્ત ગ્લેમર જ નહીં એક્શન કરતી પણ દેખાશે. સાથે જ ટ્રેલરમાં ખાસ છે સપોર્ટિંગ એક્ટર્સ.

ફિલ્મમાં રાણા દગ્ગુપાટી એક ખૂંખાર પહેલવાનના રોલમાં છે, તો નવાઝુદ્દીન સિદ્દિકી બાબાના રોલમાં દેખાઈ રહ્યા છે. નવાઝ પણ જોરદાર કોમેડી કરી રહ્યા છે. એમાંય નવાઝનો ફેમસ ડાઈલોગ અપુન કો લગતા હૈ અપુનીચ ભગવાન હૈ સાંભળીને તમે હસવાનું નહીં રોકી શકો. તો ચંકી પાંડે, જૉની લીવર અને રણજીત પણ કમાલ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 02:48 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK