Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Housefull 4 : નવા ગીતમાં નવાઝુદ્દીન આલિયાના નામે ભુત ભગાડી રહ્યો છે

Housefull 4 : નવા ગીતમાં નવાઝુદ્દીન આલિયાના નામે ભુત ભગાડી રહ્યો છે

16 October, 2019 08:53 PM IST | મુંબઈ ડેસ્ક

Housefull 4 : નવા ગીતમાં નવાઝુદ્દીન આલિયાના નામે ભુત ભગાડી રહ્યો છે

હાઉસફુલ 4

હાઉસફુલ 4


હાઉસફુલ 4 માં 'બાલા' ગીત લોકપ્રિય થયા બાદ હવે ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ થયું છે. મલ્ટી સ્ટારર ફિલ્મના આ ગીતને ભૂત સૉન્ગ કહેવામાં આવ્યું છે, જેને શૂટ પણ કોઇક તાંત્રિકના સ્થાન પર કરવામાં આવ્યું છે. ગીત પરથી એ પણ ખબર પડે છે કે ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકિ પણ દેખાશે અને તે તાંત્રિકની ભૂમિકામાં જોવા મળશે.

ગીતમાં બતાવવામાં આવ્યું છે કે નવાઝ તાંત્રિક તરીકે અક્ષય કુમારના ભૂતને કાઢવાનો પ્રયત્ન કરે છે અને 'આલિયા ભટ્ટ'નું નામ લે છે. આલિયા ભટ્ટનું નામ લઈને ભૂત ભગાડવાનો પ્રયત્ન કરતો હોય છે એવામાં જૉની લિવર સાડી પહેરીને ડાન્સ કરતો જોવા મળે છે. તો ફિલ્મના અન્ય સ્ટાર્સ પણ ડાન્સ કરતાં જોવા મળે છે, જેમાં રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, કૃતિ સેનોન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા પણ સામેલ છે.




ભૂત ગીત ફરહાદ સમજીએ ગાયું છે અને સંગીત પણ ફરહાદ અને સંદીપ શિરોડકરે આપ્યું છે. તો ફરહાદ અને મીકા સિંહે આ ગીત ગાયું છે. ફિલ્મના સ્ટાર અક્ષય કુમારે પણ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જેની સાથે તેણે લખ્યું છે, "ડર કે મારે છુપ ના જાના, આયા હૈ સિર્ફ આપસે મિલને ભૂત રાજા"

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....


જણાવીએ કે આ પહેલા મેકર્સે એક ગીત રિલીઝ કર્યો હતો. આમાં બાલા ખૂબજ જાણીતું અને લોકપ્રિય થયું એટલું જ નહીં સોશિયલ મીડિયા પર બાલા ચેલેન્જ પણ વાયરલ થઈ। ફિલ્મ દિવાળીના અવસરે 25 ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 08:53 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK