Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાઉસફુલ 4નો નવો પ્રોમો થયો વાયરલ, 'બાલા' હસાવીને કરી દેશે લોટપોટ

હાઉસફુલ 4નો નવો પ્રોમો થયો વાયરલ, 'બાલા' હસાવીને કરી દેશે લોટપોટ

20 October, 2019 02:25 PM IST | મુંબઈ

હાઉસફુલ 4નો નવો પ્રોમો થયો વાયરલ, 'બાલા' હસાવીને કરી દેશે લોટપોટ

અક્ષય કુમાર

અક્ષય કુમાર


ફરહાદ શામજીના નિર્દેશનમાં બની પહેલી મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ આવતા અઠવાડિયે રિલીઝ થવા જઈ રહી છે. દિવાળી પહેલા જ રિલીઝ થયેલી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરશે તેવી પણ આશા છે. મેકર્સ સતત ફિલ્મના એક્ટર્સના લૂક અને તેના પ્રોમોના વીડિયોઝ શેર કરી રહ્યા છે. હાલમાં જ એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

આ વીડિયો અક્ષય કુમારના કિરદાર બાલાનો છે. જણાવી દઈએ કે બાલા એટલે કે અક્ષય કુમારના ડાન્સ મૂવ્ઝ વાયરલ થઈ રહ્યા છે. અક્ષયે સોશિયલ મીડિયા પર બાલા ચેલેન્જ પણ શરૂ કરી હતી. જેને આયુષ્માન ખુરાનાથી લઈને વરૂણ ધવન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સે પુરી કરી હતી. સામાન્ય લોકોમાં પણ આ ચેલેન્જ લોકપ્રિય થઈ હતી.

હવે આ નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર પોતાના જ પિતાની હત્યા કરાવવાની કોશિશ કરી રહ્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર સૈનિકોને પોતાના પિતાની હત્યા કરવાનું કહી રહ્ય છે પરંતુ જ્યારે સૈનિકો તેની વાત નથી માનતા તો અક્ષય પોતે તલવાર લઈને પિતાની હત્યા કરવા માટે આગળ વધે છે. ત્યારે જ તેના પિતા જોઈ લે છે અને કહે છે કે- પોતાના બાપની હત્યા કરાવવા માંગે છે?




જેના જવાબમાં અક્ષય પિતાની માફી માંગતા કહે છે કે મને ક્ષમા કરી દો.


આ પણ જુઓઃ 90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો

ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, ચંકી પાંડે, રાના દગ્ગુબાટી, પૂજા હેગડે, કૃતિ સેનન અને કૃતિ ખરબંદા જેવા સિતારોએ છે. નવાઝુદ્દીન સિદ્દીકી પણ નજર આવશે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2019 02:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK