Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4નો નથી ચાલી રહ્યો જાદૂ, કમાણીમાં થયો ઘટાડો

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4નો નથી ચાલી રહ્યો જાદૂ, કમાણીમાં થયો ઘટાડો

27 October, 2019 02:05 PM IST | મુંબઈ

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4નો નથી ચાલી રહ્યો જાદૂ, કમાણીમાં થયો ઘટાડો

ફિલ્મ હાઉસફુલ 4નું પોસ્ટર

ફિલ્મ હાઉસફુલ 4નું પોસ્ટર


કૉમેડી ફિલ્મ હાઉસફુલ બૉક્સ ઑફિસ પર એવરેજ કમાણી કરી રહી છે. રિલીઝના દિવસે ફિલ્મે સારી કમાણી કરી પરંતુ શુક્રવારે તેની કમાણીમાં ઘટાડો થયો છે. રવિવારે દિવાળીના કારણે ફિલ્મની કમાણીમાં વધારો થવાની સંભાવના છે.

મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 4ને દર્શકો પાસેથી મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. સમીક્ષકોએ ફિલ્મને ખાસ સારી નથી બતાની. ફિલ્મને રિવ્યૂ સ્ટાર્સ પણ ઓછા રહ્યા છે. દિવાળી પર રિલીઝ થવા છતા ફિલ્મે સરેરાશ કમાણી સાથે શરૂઆત કરી છે.

ટ્રેડ એનાલિસ્ટના પ્રમાણે ફિલ્મ પહેલા દિવસે એટલે કે શુક્રવારે 19 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. શનિવારે 18.81 કરોડની કમાણી કરી છે. આ કમાણી પહેલા દિવસથી પણ ઓછી રહી.

ત્રીજા દિવસે એટલે કે રવિવારે દિવાળીના પર્વ પર મેકર્સને આશા છે કે દર્શકો ફિલ્મ જોવા પહોંચશે. એવામાં ત્રીજા દિવસે કમાણીનો આંકડો વધી શકે છે. જો કે ફિલ્મની પહેલા અને બીજા દિવસની કમાણી અને દર્શકોની પ્રતિક્રિયા જોઈને શંકા છે.




ટ્રેડ એનાલિસ્ટના પ્રમાણે હાઉસફુલ 4એ અત્યાર સુધી એટલે કે બે દિવસમાં ભારતમાં કુલ 38.98 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટના અનુસાર દિવાળી હોવાના કારણે રવિવારે તો દર્શકો સિનેમા ઘરમાં ફિલ્મ જોવા માટે પહોંચી શકે છે, પરંતુ મંગળવાર અને બુધવારે મુશ્કેલ નજર આવી રહ્યા છે.



Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 02:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK