કોરોનાની સારવાર લઈ રહેલી કનિકા કપુર કરે છે નખરા, ફાઈવ સ્ટાર જેવી જોઈએ છે સુવિધા

Published: Mar 22, 2020, 13:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હૉસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું કે, કનિકા સેલિબ્રિટિ તરીકે નહીં પણ દર્દી તરીકે હૉસ્પિટલમાં આવી છે તો તે જ રીતે વર્તે

કનિકા કપુર
કનિકા કપુર

41 વર્ષીય બૉલિવુડ સિંગર કનિકા કપુર 15 માર્ચે લંડનથી આવ્યા બાદ તેને કોરોનાનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે અને તેની સારવાર લખનઉની એસજીપીજીઆઈ હૉસ્પિટલમાં ચાલી રહી છે. હૉસ્પિટલમાં કનિકા બહુ નખરા કરી રહી હોવાથી હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ કંટાળી ગયા છે. કનિકા સતત ફાઈવ સ્ટાર જેવી સુવિધા માંગી રહી છે. જોકે હૉસ્પિટલનું કહેવું છે કે કનિકાને પહેલેથી જ વધૂ સારી સુવિધા આપવામાં આવી રહી છે.

એસજીપીજીઆઈ હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર આર.કે.ધિમાને કહ્યું હતું કે, કનિકા કપુરને અન્ય દર્દીઓ કરતા સારી સુવિધા આપવામાં આવી રહી હોવા છતા તે નખરા કરી રહી છે. તે કદાચ એ વાત ભુલી ગઈ છે કે તે એક સ્ટાર તરીકે નહીં પણ સામાન્ય દર્દી તરીકે હૉસ્પિટલમાં આવી છે. આટલી સારી સુવિધા આપવામાં આવી રહી હોવા છતા તે અલગથી ભોજનની માંગ કરી રહી છે.

કહેવાય છે કે, કનિકાએ હૉસ્પિટલનો વિરોધ કરવાની ધમકી પણ આપી છે. જો તેને સુવિધા આપવામાં નહીં આવે તો તે હૉસ્પિટલના સ્ટાફનો વિરોધ કરશે. આ તો જાણે 'ઉલટા ચોર કોતવાલ કો ડાંટે' જેવી પરિસ્થિતિ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK