હની સિંહ બે મહિના બેડ રેસ્ટ પર

Published: 31st October, 2014 04:46 IST

‘હૅપી ન્યુ યર’ની સ્લૅમ ટૂર વખતે પણ હની સિંહની તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર આવ્યા હતા.

છેલ્લાં બે વર્ષમાં બૉલીવુડમાં પોતાનાં સુપરહિટ સૉન્ગ્સથી લોકોના મનપસંદ રૅપર બનેલા યો યો હની સિંહને સ્ટ્રેસ અને હૃદયની તકલીફને કારણે બે મહિના માટે ટોટલી બેડ રેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં હની સિંહ પોતાના દિલ્હીસ્થિત ઘરે પરિવારની દેખરેખમાં આરામ કરી રહ્યો છે અને તેની પત્ની શાલિની તેની સારસંભાળ રાખી રહી છે. શાલિની કહે છે, ‘જુલાઈ મહિનાથી તે હેલ્થ ઇશ્યુ અને શારીરિક તાણથી હેરાન થઈ રહ્યો છે. તેના બ્લડ-પ્રેશરમાં બદલાવ આવવાના કારણે ડોકટરે તેને ટોટલી બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે પણ તેને ઘરમાં બેસવું પસંદ નથી એટલે તે કમ્પ્યુટર પર મ્યુઝિક કમ્પોઝ કરી શકે એવી પરવાનગી ડોકટરએ તેને આપી છે. તેમ છતાં તેને પૂરો આરામ મળી શકે એની કાળજી અમારે લેવાની છે. આ તેના માટે ઘણો તકલીફવાળો સમય છે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK