Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાન કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે, તે બધા જ જાણતાં હતાં

ઇરફાન કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે, તે બધા જ જાણતાં હતાં

17 February, 2020 12:05 PM IST | Mumbai

ઇરફાન કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે, તે બધા જ જાણતાં હતાં

‘અંગ્રેઝી મીડિયમ’

‘અંગ્રેઝી મીડિયમ’


હોમી અડાજણિયાએ જણાવ્યું હતું કે ‘અંગ્રેઝી મીડિયમ’નાં શૂટિંગ દરમ્યાન સૌ કોઈ જાણતાં હતાં કે ઇરફાન કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ઇરફાને ન્યુરોઍન્ડોક્રાઇન ટ્યુમરની સારવાર લંડન જઈને લીધી હતી. સારવાર
બાદ તેણે ‘અંગ્રેઝી મીડિયમ’માં કામ કર્યું હતું અને આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, ડિમ્પલ કાપડિયા અને રાધિકા મદન જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૨૦ માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મનાં શૂટિંગ વિશે જણાવતાં હોમી અડાજણિયાએ કહ્યું હતું કે ‘કૉમેડી કરવી એ ઇરફાન માટે અગત્યની જર્ની છે. ફિલ્મની પૂરી ટીમ એ વાતથી જાણીતી હતી કે સેટ પર ઇરફાને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. ઇરફાન એક અદ્ભુત ઍક્ટર છે.

આ પણ વાંચો : કલકત્તાની એક રેસ્ટોરાંમાં ડિનરને કારણે બિપાશા હિરોઇન બની ગઈ!



જોકે તેનાં ઇમોશન્સ અને અનુભવનાં કારણે સ્ક્રીન પર તે ચાર ચાંદ લગાવી દે છે. રાધિકા મદનને પણ ઇરફાન પાસેથી ઘણું બધુ શીખવા મળ્યું છે. કરીના કપૂર ખાનથી માંડીને ડિમ્પલ કાપડિયા સુધીનાં કલાકારોનો નાનકડો પરંતુ અગત્યનો રોલ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 12:05 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK