દિવાળીમાં ઇમરાન ખાન પાલી હિલના નવા બંગલે શિફ્ટ થશે

Published: 21st August, 2012 05:26 IST

છેલ્લા ૧૯ મહિનાથી ૨૪, પાલી હિલમાં આવેલા ઇમરાન ખાનના ઘરમાં રિનોવેશન ચાલી રહ્યું છે. આ બંગલો તેના દાદા ફિલ્મસર્જક નાસિર હુસેનનો હતો અને ૨૦૧૧ના જાન્યુઆરીમાં ઇમરાન અને અવંતિકાનાં લગ્ન પણ અહીં જ થયેલાં. હવે દિવાળીની આસપાસ આ બંગલાનું કામકાજ પૂરું થઈ જશે અને કપલ ત્યાં રહેવા જતું રહેશે એવું સાંભળવા મળી રહ્યું છે.

imarn-pali-heelહાલમાં ઇમરાન બાંદરાના એક નાના ફ્લૅટમાં અવંતિકા સાથે રહે છે. બંગલાનું કામ ઑલમોસ્ટ પૂરું થઈ ગયું છે. રિનોવેશનને કારણે બંગલામાંથી આવતા અવાજો ધીમા પડી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ આ ઘરમાં રહેવા આવી જાય એવું લાગે છે. ઇમરાન એ વિશે કહે છે, ‘હજી રિનોવેશન પૂરું નથી થયું. દિવાળી સુધી અમે શિફ્ટ થવાની આશા રાખીએ છીએ. જોકે એ બધું તો કામ પૂરું કરનારાઓ પણ આધારિત છે.’

ઇમરાન બંગલામાં એક ખાસ રૂમ લેટેસ્ટ ટેક્નૉલૉજી સાથે ફિલ્મો જોઈ શકાય એવો બનાવવા માગતો હતો. જોકે એ માટે તેણે ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ હતો. ખરેખર ઇમરાને આ ટેક્નૉલૉજી સાથેનો રૂમ બનાવ્યો છે કે કેમ એ જાણવા હજી થોડી રાહ જોવી પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK