હૉલીવુડના થોર ક્રિસ હેમ્સવર્થની નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ એક્સટ્રેક્શન ૨૪ એપ્રિલે રિલીઝ

Published: Feb 21, 2020, 15:44 IST | Mumbai Desk

આ ઍક્શન-પેક્ડ થ્રિલર ફિલ્મનાં શૂટિંંગ માટે ૨૦૧૮માં ક્રિસ હેમ્સવર્થ અમદાવાદ આવ્યો હતો

માર્વેલની ફિલ્મોમાં ‘થોર’ તરીકે જાણીતો હૉલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘એક્સટ્રેક્શન’માં જોવા મળશે. ૨૪ એપ્રિલે આવનારી આ ઍક્શન-પેક્ડ થ્રિલર ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં ક્રિસ દમદાર લુકમાં દેખાય છે. આ ફિલ્મનું ટાઇટલ અગાઉ ઢાકા હતું, કારણ કે ફિલ્મની વાર્તા ઢાકામાં વળાંક લે છે. ટાયલર રેક (ક્રિસ હેમ્સવર્થ) પૈસા માટે ગેરકાયદે ધંધો કરતો હોય છે અને એક દિવસ કોઈક ગૅન્ગસ્ટરનો દીકરો કિડનૅપ થઈ જાય છે ત્યારે બંગલા દેશ-ઢાકામાં જઈને તેને બચાવવાનું કામ ટાયલરને સોંપાય છે. આ ખતરનાક મિશન ટાયલર અને કિડનૅપ થયેલા બાળકની જિંદગી હંમેશાં માટે બદલી નાખે છે.
‘એક્સટ્રેક્શન’ના ડિરેક્ટર સેમ હારગ્રેવ છે અને એના રાઇટર જો રુસો છે. જો રુસોએ એન્થની રુસો સાથે ‘એવન્જર્સ એન્ડગેમ’ કો-ડિરેક્ટ કરી છે. ૨૦૧૮માં આ ફિલ્મનાં શૂટિંગ માટે ક્રિસ હેમ્સવર્થ અમદાવાદ આવ્યો હતો. ‘એક્સટ્રેક્શન’માં ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફેમ અભિનેતા ડેવિડ હાર્બર ઉપરાંત રણદીપ હૂડા, પંકજ ત્રિપાઠી જેવા ભારતીય કલાકારો પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK