કંગનાને જયલલિતા બનાવવાનું કામ હોલિવુડના મેકઅપ આર્ટિસ્ટને અપાયું

Published: Sep 12, 2019, 21:30 IST | Mumbai

ક્વિન ગણાતી કંગના રણોત ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તેને જયલલિતા બનાવવાનું કામ હવે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કરશે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

કંગના રણોત (PC : Midday.com)
કંગના રણોત (PC : Midday.com)

Mumbai : બોલીવુડની વિવાદ ક્વિન ગણાતી કંગના રણોત ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તેને જયલલિતા બનાવવાનું કામ હવે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કરશે. કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કંગના લુક ટેસ્ટ માટે પોતાની ટીમ સાથે 19 સપ્ટેમ્બરના રોજ લોસ એન્જલસ જશે. જેસન કોલિન્સે કેપ્ટન માર્વેલ’, ‘બ્લેડ રનર 2049’ જેવી ફિલ્મ્સના કલાકારોનો મેક-અપ કર્યો છે.નવેમ્બરમાં શૂટિંગ શરૂ થશે
આ ફિલ્મનું નામ થલાઈવીરાખવામાં આવ્યું છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે, જ્યારે ફિલ્મની વાર્તા કે વી વિજયપ્રસાદે લખી છે.


કંગના ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે
ફિલ્મમાં જયલલિતાના જીવનના ચાર વિવિધ તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બનવા સુધીની વાત કહેવામાં આવશે.

આ પણ જુઓ : સેલેબ્સ સ્પોટેડઃ સંજય દત્તનું ફેમિલી સાથે ડિનર; જાન્હવી, મલાઈકા પહોંચ્યા જીમ

પ્રોડ્યૂસરે અફવાને પાયાવિહોણી ગણાવી
આ દરમિયાન ફિલ્મ પ્રોડ્યૂસર વિષ્ણુ ઈન્દુરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જયલલિતાની બાયોપિક હોલ્ડ પર મૂકી હોવાની વાત ખોટી છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પુષ્ટિ વગરની અફવા ફેલાવવી ઘણી જ નિરાશાજનક વાત છે. થલાઈવીના પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. શૂટિંગ દિવાળી પછી શરૂ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK