Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Holi 2020: આ બૉલી સેલેબ્સે આપી કોરોના મુક્ત હોળીની હાર્દિક શુભેચ્છાઓ

Holi 2020: આ બૉલી સેલેબ્સે આપી કોરોના મુક્ત હોળીની હાર્દિક શુભેચ્છાઓ

10 March, 2020 09:44 AM IST | Mumbai

Holi 2020: આ બૉલી સેલેબ્સે આપી કોરોના મુક્ત હોળીની હાર્દિક શુભેચ્છાઓ

સની લિયોની અને દીપિકા પાદુકોણ

સની લિયોની અને દીપિકા પાદુકોણ


રિશી કપૂર, તાપસી પન્નૂ, સની દેઓલ, મલ્લિકા શેરાવત, દીપિકા પાદુકોણ અને સની લિયોનીએ પોતાના ફૅન્સ સિવાય દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. કોરોના વાયરસના કારણે હોળી રમવાની ભારતીયોની ભાવનામાં કોઈ કમી નથી આવી, જે આ વર્ષે પણ એટલા જ ઉત્સાહની સાથે હોળી રમવા માટે તૈયાર છે. બૉલીવુડ કલાકારોએ રંગના તહેવાર પર પોતાના પ્રશંસકોને શુભકામનાઓ મોકલવાની શરૂ કરી દીધી છે અને કેટલાકે તો સુરક્ષિત હોળી રમવાનો આગ્રહ કર્યો છે.




રિશી કપૂરે બાળપણની એક તસવીર શૅર કરી છે. એમણે એના પર કમેન્ટ પર લખ્યું છે, એક યુવા બધાએ એક સુરક્ષિત અને હેપ્પી હોળીની શુભેચ્છાઓ આપી છે. કોરોના વાયરસથી સાવધાન રહે.


તાપસી પન્નૂએ પણ ટ્વિટર પર પોતાના ફૅન્સને હોળીની શુભેચ્છાઓ આપી છે. એમણે લખ્યું છે, બધાને હોળીની શુભકામનાઓ! અથવા એના સિવાય મારે એવું કહેવું જોઈએ... 'બુરા ન માનો હોલી હૈ' સ્પ્રેડ લવ એન ખુશ રહો!' અહીંયા પણ એમણે ફિલ્મનું પ્રમોશન કરવાનું બાકી ન રાખ્યુ અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટને શૅર કર્યું, જેમણે ભવિષ્યવાણી કરી હતી કે હોળીની રજા પર એમની ફિલ્મ થપ્પડએ બૉક્સ ઑફિસ કલેક્શનમાં વધારો થશે.

હોળીની શુભેચ્છા ફિલ્મ એક્ટ્રેસ સની લિયોનીએ પણ આપી છે. એમણે કલરફૂલ એક ડ્રેસ પહેરીને પોતાની તસવીર શૅર કરીને લોકોને હોળીની શુભકામનાઓ આપી છે.

ફિલ્મ એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ પણ પોતાના ચાહકો માટે એક વીડિયો શૅર કર્યો છે.

આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણે ઘોષણા કરી કે તે આ હોળી પર પોતાની કેટલીક મનપંસદ વસ્તુઓની હરાજી કરી રહી છે બધાને એક સુરક્ષિત અને રંગબેરંગી હોળીનો મેસેજ પણ આપી રહી છે.

આ પ્રસંગે ફિલ્મ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત અને ફિલ્મ એક્ટર સની દેઓલે પણ બધાને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2020 09:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK