હસબન્ડ-વાઇફ સાથ-સાથ

Published: 2nd October, 2020 18:36 IST | Rashmin Shah | Mumbai

સ્ટાર ભારતના શો 'ગુપ્તા બ્રધર્સ - ચાર કુંવારે ફ્રૉમ ગંગા કિનારે'માં હિતેન તેજવાની સાથે દસકા પછી વાઇફ ગૌરી પ્રધાન પણ જોવા મળશે

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન
હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન એક શો દરમ્યાન પ્રેમમાં પડ્યાં હતાં અને બન્નેએ મૅરેજ કરી લીધાં. એ પછી ગૌરી અને હિતેન ભાગ્યે જ સાથે જોવા મળ્યાં અને છેલ્લા દસકામાં તો ક્યાંય આ જોડી સાથે જોવા મળી નહીં, પણ હવે ગૌરી અને હિતેન બન્ને સ્ટાર ભારતના આજથી શરૂ થતા નવા શો ‘ગુપ્તા બ્રધર્સ - ચાર કુંવારે ફ્રૉમ ગંગા કિનારે’માં જોવા મળશે. હિતેન માને છે કે ગૌરી જેમાં પણ તેની સાથે હોય છે એ શો સુપરહિટ થાય છે.

શો એના નામ મુજબ ચાર ભાઈઓની વાત કહે છે. આ ચાર ભાઈમાં સૌથી મોટો ભાઈ હિતેન છે. આ ચાર ભાઈ એવું માને છે કે તેમના જીવનમાં કોઈ મહિલાની આવશ્યકતા નથી. આવું માનવા પાછળનું કારણ એ છે કે ભાઈઓના મનમાં એવું છે કે એ પૂરેપૂરા આત્મનિર્ભર છે અને તેમણે કોઈના આશરે જીવવાની જરૂર નથી. ગૌરી શોમાં એન્ટ્રી પણ એવી જ રીતે કરવાની છે કે હિતેન તેને જોઈને પાગલ થાય અને એના બાકીના ભાઈઓ તેને પુરુષવાદી માનસિકતાની યાદ દેવડાવે.

નૅચરલી, હિતેન અને ગૌરી તો શો માટે ભારોભાર ઉત્સાહી છે જ, પણ સાથોસાથ આખી ટીમ પણ ગૌરી પ્રધાન સાથે વાત કરવા તલપાપડ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK