હિસ્ટરી ટીવી18નો નવો શો ધ અનએક્સપ્લેઇન્ડ વિથ વિલિયમ શેટનર

Published: 2nd October, 2020 18:49 IST | Nirali Dave | Mumbai

આ શો વિશ્વની રહસ્યમય ઘટનાઓની હકીકત સામે લાવશે

ધ અનએક્સપ્લેઇન્ડ વિથ વિલિયમ શેટનર
ધ અનએક્સપ્લેઇન્ડ વિથ વિલિયમ શેટનર

તમે કોઈ એવા પક્ષી વિશે સાંભળ્યું છે જે કુદરતી આફત આવે એના પહેલાંથી જ આગાહી કરી દે અથવા એવી કોઈ ધાર્મિક માન્યતા વિશે સાંભળ્યું હોય કે જે લોકોને જાતે જ આપઘાત કરવા પ્રેરે! શું વિજ્ઞાન એ સમજાવી શકે કે શા માટે કેટલીક જગ્યા એવી હોય જ્યાં દુષ્ટ શક્તિનો ભાસ થાય છે અથવા તો જાદુઈ શક્તિ, વેમ્પાયર કે વેરવૉલ્ફ જેવી બાબતોનું સત્ય શું છે? વેલ, વિશ્વની આવી અનેક માન્યતાઓ, થિયરીઝ અને રહસ્યમય રીતે બનેલી ચિત્ર-વિચિત્ર ઘટનાઓને ‘હિસ્ટરી ટીવી18’ એક્સપ્લોર કરવા જઈ રહ્યું છે.

હિસરી ટીવી18નો નવો શો ‘ધ અનએક્સપ્લેઇન્ડ વિથ વિલિયમ શેટનર’ ફક્ત વ્યાખ્યાયિત જ્ઞાનને બદલે રિસર્ચ દ્વારા અને વૈજ્ઞાનિકો તેમ જ નિષ્ણાતોની મદદથી આવી ઘટનાઓના મૂળમાં જશે અને નવી જ દુનિયા દર્શકો સમક્ષ મૂકશે. એટલું જ નહીં, એ જગ્યાઓ પણ દર્શકોને બતાવશે જ્યાં દાયકાઓ પહેલાં આવી ઘટનાઓએ આકાર લીધો હોય. આ શોને પ્રેઝન્ટ કરનારા વિલિયમ શેટનર એક અવૉર્ડ-વિનિંગ ઍક્ટર છે અને પૉપ્યુલર સાયન્સ ફિક્શન સિરીઝ ‘સ્ટાર ટ્રૅક’ માટે જાણીતા છે. ‘ધ અનએક્સપ્લેઇન્ડ વિથ વિલિયમ શેટનર’ શો પાંચમી ઑક્ટોબરથી દર સોમ અને મંગળવારે સાંજે ૬ વાગ્યે શરૂ થવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK