સ્થિતિ થાળે પડતાં અંગ્રેઝી મીડિયમને કરવામાં આવશે ફરીથી રિલીઝ

Published: Mar 16, 2020, 13:23 IST | IANS | Mumbai

અંગ્રેઝી મીડિયમના પર્ફોર્મન્સ માટે અમિતાભ બચ્ચનનો લેટર મળતાં સ્પીચલેસ બની રાધિકા

અંગ્રેઝી મીડિયમનું દ્રશ્ય
અંગ્રેઝી મીડિયમનું દ્રશ્ય

દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં તમામ થિયેટર્સને બંધ કરવામાં આવતાં હવે ‘અંગ્રેઝી મીડિયમ’ને ભવિષ્યમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે. આ રોગચાળાને જોતાં લોકોને ભીડ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. આ જ કારણસર દેશનાં મૉલ્સ, થિયેટર્સ, સ્કૂલ અને કૉલેજીસ બંધ રાખવામાં આવ્યાં છે. એથી ફિલ્મને યોગ્ય સમયે ફરીથી રિલીઝ કરવામાં આવશે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરીમાં ડિરેક્ટર હોમી અડાજણિયાએ લખ્યું હતું કે ‘ઑથોરિટીઝના આદેશ બાદ પૂરા ભારત દેશમાં થિયેટર્સ બંધ કરવામાં આવશે. અમને જ્યારે એમ લાગશે કે સ્થિતિ હવે સુધરી ગઈ છે ત્યારે અમે ‘અંગ્રેઝી મીડિયમ’ને ફરીથી રિલીઝ કરીશું. તમે સૌકોઈ સલામત રહો અને એકબીજાની મદદ કરો.’

દરમ્યાન ‘અંગ્રેઝી મીડિયમ’માં રાધિકા મદનના પર્ફોર્મન્સને જોઈને અમિતાભ બચ્ચને તેની પ્રશંસા કરતો પત્ર અને ફૂલોનો બુકે મોકલાવ્યો હતો. આ લેટરમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘રાધિકા, હું અમિતાભ બચ્ચન. ‘અંગ્રેઝી મીડિયમ’માં તારા અવર્ણનીય કામને જોઈને હું તને આ લેટર લખું છું. મેં ગઈ કાલે આ ફિલ્મ જોઈ હતી અને તને આ લેટર લખવા માટે હું પોતાની જાતને રોકી શક્યો નહીં. તે મૅચ્યોર અને બૅલૅન્સ પર્ફોર્મન્સ આપ્યો છે. તને ભવિષ્યમાં સમૃદ્ધિ અને સફળતા મળે એવી કામના કરું છું.’

આ લેટર મળ્યા બાદ રાધિકાની ખુશીની કોઈ સીમા નથી રહી. આ પત્ર અને ફૂલોનો બુકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાધિકાએ કૅપ્શન આપી હતી કે ‘મને સમજમાં નથી આવી રહ્યું કે શું કહું કે શું લખું? હું સ્પીચલેસ છું, પરંતુ સાથે ખૂબ ખુશ છું. અમિતાભ બચ્ચન સર તમારા તરફથી આ મળવું મારા માટે સન્માનની વાત છે. હું હંમેશાંથી એમ વિચારતી હતી કે મારી ફિલ્મ રિલીઝ થયા બાદ મારા ઘરની ડૉરબેલ વાગે અને બહાર ઊભેલી વ્યક્તિ મને એમ કહે કે ‘અમિતાભ બચ્ચન સરને આપકે લિયે ફૂલ ઔર નોટ ભેજી હૈ.’ એ સાંભળ્યા બાદ હું ચક્કર આવતાં નીચે ઢળી પડું. થૅન્કફુલી, આ બધુ ખરેખર મેળવીને હું ચક્કર આવીને પડી નહોતી ગઈ. આ બધુ વિચારતાં હું થોડી વાર માટે આંખોમાં આવેલાં આંસુ સાથે બહાર ઊભી રહી હતી. ખૂબ ખૂબ આભાર. મારા સપનાને પૂરા કરવા માટે થૅન્ક યુ સર. આનાથી મને પ્રેરણા મળે છે કે હું હજી સખત મહેનત કરું અને મારા પ્રામાણિક પર્ફોર્મન્સથી લોકોને હજી એન્ટરટેઇન કરતી રહું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK